રીપોર્ટ@ગુજરાત: ધોળકા નગરપાલિકામાં ભાજપમાં ભડકો, 12 કાઉન્સિલરોએ રાજીનામા ધરી દેતાં હડકંપ

 
રાજકારણ
ભાજપના આગેવાનો અને હોદ્દેદારોની બેઠકનો દૌર શરૂ થઇ ગયો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાજપમાં પણ ક્યાંકને ક્યાંક આંતરિક મતભેદો જોવા મળે છે, પરંતુ ઘણીવાર મામલો બહાર આવતો નથી. ધોળકા નગરપાલિકામાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. 11 જેટલા કાઉન્સિલરોએ એકસાથે પોતાના રાજીનામા ધરી દેતાં ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે. સત્તાપક્ષના કાઉન્સિલરોના રાજીનામા બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે. ભાજપ શાસિત ધોળકા નગર પાલિકાના ભાજપના 11 કાઉન્સિલરોએ રાજીનામા ધરી દેતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.

કાઉન્સિલરોએ રજીસ્ટર વિભાગમાં પોતાના રાજીનામા સોંપી દીધા છે. રજૂઆતો છતાં કામ ન થતાં હોવાથી તમામ કાઉન્સિલરો નારાજ હતા. મળતી માહિતી અનુસાર એક કાઉન્સિલરે પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું છે. કાઉન્સિલરોના રાજીનામા ભાજપના આગેવાનો સક્રિય થઇ ગયા છે. ગુપ્ત સ્થળે ભાજપના આગેવાનો અને હોદ્દેદારોની બેઠકનો દૌર શરૂ થઇ ગયો છે. તો બીજી તરફ ધોળકા નગરપાલિકાના અધિકારી ચીફ ઓફિસરે રાજીનામા અંગે જણાવ્યું હતું કે 'આ બાબતે રાજીનામાના ડૉક્યુમેન્ટ કે કાઉન્સિલરો રાજીનામા આપવા માટે આવ્યા નથી.