રીપોર્ટ@ગુજરાત: ધૈર્યરાજ-વિવાન બાદ અંકલેશ્વરમાં 3 મહિનાના પાર્થને SMAની બિમારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક મહીસાગર જિલ્લાના ધૈર્યરાજ અને ગીર સોમનાથ જિલ્લાના વિવાન બાદ હવે અંકલેશ્વરના 3 મહિનાના પાર્થને સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી એટલે કે SMA- 1 નામની ગંભીર બિમારી સામે આવી છે. ગુજરાતમાં SMA- 1 બિમારીનો ત્રીજો કેસ સામે આવ્યો છે. ધૈર્યરાજની મદદ માટે સમગ્ર દેશભરમાંથી રૂપિયા એકઠા થયા હતા. બાદ ધૈર્યરાજને 16 કરોડનું મોંઘુદાટ
 
રીપોર્ટ@ગુજરાત: ધૈર્યરાજ-વિવાન બાદ અંકલેશ્વરમાં 3 મહિનાના પાર્થને SMAની બિમારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહીસાગર જિલ્લાના ધૈર્યરાજ અને ગીર સોમનાથ જિલ્લાના વિવાન બાદ હવે અંકલેશ્વરના 3 મહિનાના પાર્થને સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી એટલે કે SMA- 1 નામની ગંભીર બિમારી સામે આવી છે. ગુજરાતમાં SMA- 1 બિમારીનો ત્રીજો કેસ સામે આવ્યો છે. ધૈર્યરાજની મદદ માટે સમગ્ર દેશભરમાંથી રૂપિયા એકઠા થયા હતા. બાદ ધૈર્યરાજને 16 કરોડનું મોંઘુદાટ ઈન્જેક્શન લગાવાયું હતું. ધૈર્યરાજ આ બિમારીમાંથી ઉગરી ગયો હતો. પરંતુ વિવાન આ ગંભીર બિમારી સામેની જંગ હારી દુનિયા છોડી ગયો હતો. અંકલેશ્વરના પાર્થને આ ગંભીર બિમારી સામે લડવા 16 કરોડ રૂપિયાના મોંઘાડાટ ઈન્જેક્શનની જરૂર છે. મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા પાર્થના માતા-પિતાએ પાર્થના ઈલાજ માટે મદદની ગુહાર લગાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અંકલેશ્વરનો નાનકડો પાર્થ ગંભીર બિમારી સામે ઝઝૂમી રહ્યો છે. માત્ર 3 મહિનાના પાર્થના જન્મ સમયે તમામ ડોક્ટરી રિપોર્ટ નોર્મલ હતા. પરંતુ સમય જતા પાર્થના પગનું હલન-ચલન બંધ થતા તેના પિતા જુગલ પવારે પ્રથમ સ્થાનિક ડોક્ટર બાદ નિષ્ણાત ડોક્ટર પાસે નિદાન કરાવ્યું. મુંબઈની હિન્દુજા હોસ્પિલમાં નિદાન કરાવતા નાનકડા પાર્થને SMA- 1 બિમારી હોવાનું સામે આવ્યું છે. હાલ પાર્થનો સમગ્ર પરિવાર ચિંતાતૂર છે. કોઈપણ ભોગે પોતાના લાડકવાયાને આ બિમારીથી ઉગારી લેવાના પ્રયાસો કરી રહ્યા છે. પાર્થની બિમારીની સારવાર માટે 16 કરોડના ઈન્જેક્શનની જરૂરીયાત છે. ત્યારે પાર્થના પરિવારે આર્થિક મદદ માટે સરકાર તેમજ સમગ્ર દેશવાસીઓને અપીલ કરી છે.