આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્રારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં પાટીદાર યુવાનો એક્શનમાં આવી ગયા છે. ટીદાર અનામન આંદોલનને સમિતિ દ્વારા બેઠક ગોઠવવામાં આવી છે. આ બેઠકમાં PAAS અને SPG એકજ છત હેઠળ આવી ગયું છે. જેથી આંદોલનને હવે નવો વેગ મળે તેવી શક્યતા વર્તાઈ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાસ દ્રારા બોલાવવામાં આવેલ બેઠકમાં અલ્પેશ કથરીયા અને લાલજી પટેલ પણ સામેલ થવાના છે. આ બેઠકમાં પાટીદાર યુવાનો પર થયેલા કેસ અને અનામત અંગે ચર્ચા થશે. આ સાથે વિધાનસભા ચૂંટણીને લઈને પણ ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં ઉંઝા અને ખોડલધામના આગેવાનોને પણ પત્ર લખીને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ તરફ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના વડાઓને મળવાના છે. સાંજના 6 વાગ્યે તેઓ ગાંધીનગરમાં પાટીદાર સમાજના નેતાઓ સાથે મુલાકાત લેવાના છે. આ મુલાકાત ભાજપ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે ઘણી ખાસ રહેશે. કારણકે આ મુલાકાતની અસર આવનારી ચૂંટણી પર જોવા મળી શકે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે 2022ની ચૂંટણી પહેલાજ પાટીદાર સમાજને ફરી એકમંચ પર ભેગો કર્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code