રિપોર્ટ@ગુજરાત: વિશ્વામિત્રી નદીના પૂરને લઈ પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી, સીએમ જોડે ટેલીફોનિક વાતચીત કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરાના લોકો માટે PM મોદીએ ચિંતા વ્યકત કરી છે. આજે ફરી તેઓએ સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી રાજ્યમાં પૂર અંગે સમગ્ર ચિતાર મેળવ્યો છે. કેન્દ્ર તરફથી તમામ સહયોગ આપવાની ખાતરી આપી છે. તેઓએ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈ સીએમ પટેલ જોડે ટેલીફોનિક વાતચીત કરી છે. તેમજ રાહત કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી છે. તેમણે જરૂરિયાતમંદોને મદદ કરવાની ખાતરી પૂરી પાડી છે.
ગુજરાતમાં આફતના સમયમાં પ્રસ્તુત માર્ગદર્શન અને સહયોગ માટે મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા છે. તેમણે નાગરિકોના અને પશુધનના સુરક્ષાને લઈને યોજાયેલી કડક કાર્યવાહીનો આભાર માન્યો છે અને કેન્દ્ર સરકાર તરફથી જરૂરિયાત મુજબ સહયોગ કરવાની ખાતરી આપી છે. ગુજરાતમાં સ્થિતિને લઈને પ્રધાનમંત્રીએ સતત ધ્યાન આપ્યું છે, અને કુદરતી આફતના સમયે તેમણે સુઝબૂઝ અને માર્ગદર્શન આપવાની બધી શક્યતાઓ કરવામાં આવી છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા વ્યક્ત કરીને તેમણે અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલ રાહત અને સહાય અંગેની વિગતો મેળવી હતી. જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય ત્યાં સ્વચ્છતાની સ્થિતિ તેમજ જનઆરોગ્ય સહિતની બાબતો અંગે તેમજ જનજીવન ઝડપથી પૂર્વવત થાય તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ગદર્શન આપ્યું હતું, અને ફરી એકવાર કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગની ખાતરી આપી હતી.