રિપોર્ટ@ગુજરાત: પીએમ મોદીએ દેશની પહેલી નમો ભારત રેપિડ રેલનું કર્યું ઉદ્ઘાટન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે ત્યારે તબક્કાવાર એક પછી લોકાર્પણના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ હવે GMDC ગ્રાઉન્ડ ખાતે સન્માન સમારોહમાં પહોંચી ગયા છે. જીએમડીસીમાં ખુલ્લી જીપમાં બેસીને વડાપ્રધાને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને સ્ટેજ સુધી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ સાથે હતા. આ દરમિયાન લોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
જીએમડીસી ખાતે વડાપ્રધાનનું ભવ્ય સન્માન યોજવામાં આવ્યું હતું. પીએમ મોદીએ અમદાવાદના જીએમડીસી ખાતેથી બટન દબાવીને ગુજરાતને 8,000 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. સિંગલ વિંડો આઇએફસીએ સિસ્ટમ લોન્ચ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોની ચાવી આપી હતી. દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું વર્ચુઅલ ઉદઘાટન કર્યું હતું. આ ટ્રેન ભુજથી અમદાવાદની વચ્ચે દોડશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉદઘાટન પહેલાં જ આરઆરટીએસનું નામ રેપિડએક્સથી બદલીને નમો ભારત કરવામાં આવ્યું છે.
આ સાથે વડાપ્રધાન મોદીએ છ વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી. આ ટ્રેનનું સંચાલન અઠવાડિયામાં 6 દિવસ થશે. દર અઠવાડિયે રવિવારે ભુજથી તેની સેવા નહીં મળે, તેમજ અમદાવાદથી તેની સેવા શનિવારે નહીં મળે. રસ્તામાં તે અંજાર, ગાંધીધામ, ભચાઉ, સમખિયાલી, હળવદ, ધાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા અને સાબરમતીમાં રોકાશે. આ ટ્રેન ભુજથી સવારે 05:05 વાગ્યે રવાના થશે અને સવારે 10:50 વાગ્યે અમદાવાદ પહોંચશે. વાપસીમાં આ ટ્રેન અમદાવાદથી સાંજ 05:30 વાગ્યે ખુલશે અને રાત્રે 11:10 વાગ્યે ભુજ પહોંચશે. વંદે મેટ્રો ટ્રેન પોતાની આ યાત્રામાં 9 સ્ટેશનોએ રોકાશે. આ ટ્રેનનું રોકણ દરેક સ્ટેશન પર આશરે 2 મિનિટ સુધી રહેશે અને 5 કલાક 45 મિનિટમાં યાત્રા પૂરી કરશે. વંદે મેટ્રો ટ્રેનના ભાડાની યાદી પણ રજૂ કરવામાં આવી છે. તેમાં ઓછું ભાડુ 28 રૂપિયા છે.