રિપોર્ટ@ગુજરાત: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને તૈયારીઓ તેજ, રાજ્ય ચૂંટણી પંચે કર્યો આદેશ

 
ચૂંટણી
94 ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને તૈયારીઓ તેજ થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી પંચે 94 ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તૈયારીઓ વેગવંતી થઈ છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

માહિતી અનુસાર, ચૂંટણી પંચે 94 ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરી છે. રાજ્ય ચૂંટણી પંચે અગાઉ બેઠકનાં સિમાંકન તથા રોટેશન જાહેર કર્યા હતા.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતોમાં 27 ટકા OBC અનામત પ્રમાણે બેઠક નિશ્ચિત થઈ શકે છે. જ્યારે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં યોજાય તેવી સંભાવનાઓ છે.