રિપોર્ટ@ગુજરાત: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની લેશે મુલાકાત

 
દ્રૌપદી મુરમુ

સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે

એટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગઈ કાલે રાષ્ટ્રપતિ બપોર બાદ વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા,મેયર પિંકીબેન સોની, સાંસદ ડો. હેમાંગ જોશી, પોલીસ કમિશનર નરસિમ્હા કોમર,બ્રિગેડિયર સુરેશ એસ.અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ વડોદરા એરપોર્ટથી કેવડિયા ખાતે હેલિકોપ્ટર મારફતે રવાના થયા હતા.

તેઓ ત્યાં પહોંચ્યા બાદ ટેક્નિકલ ખામીને કારણે હેલિકોપ્ટર લેન્ડ થઈ શક્યું ન હતું જેથી તેઓ વડોદરા એરપોર્ટ ખાતે પરત ફર્યા હતા અને 15 મિનિટ એરપોર્ટ પર રોકાયા હતા. જે બાદ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ બાય રોડ એકતાનગર જવા માટે રવાના થયા હતા. ત્યારે આજે તેઓ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લઈને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે.ત્યારે બાદ રાષ્ટ્રપતિ નર્મદા, કચ્છમાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે. અમદાવાદ-ગાંધીનગરમાં બે પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.