રીપોર્ટ@ગુજરાત: વડાપ્રધાન મોદીના હસ્તે 'સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય'નુ ઉદ્ધાટન, જાણો આજનો સમગ્ર કાર્યક્રમ

 
મોદી
PM મોદી તેમના વતન ગુજરાતની એક દિવસીય મુલાકાતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે તેમના વતન ગુજરાતની એક દિવસીય મુલાકાતેછે. આ મુલાકાત દરમિયાન તેઓ ગાંધીનગર, અમદાવાદ અને વાવ-થરાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને રાજ્યને રુ.20,000 કરોડના વિકાસના કાર્યો અર્પણ કરશે.

સવારે 9.40 કલાકે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે.એરપોર્ટ થી સીધા જ ગાંધીનગર કોબા જૈન આરાધના કેન્દ્ર પહોંચશે. 10 વાગ્યે જૈન ધર્મના સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ ખુલ્લું મૂકશે અને મ્યુઝિયમની મુલાકાત લેશે.બપોરે 12 કલાકે ગાંધીનગર સચિવાલય હેલિપેડ થી સાણંદ જવા રવાના થશે. બપોરે 12.30 કલાકે સાણંદ પહોંચશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.2.40 કલાકે સાણંદ ના Kaynes semicon પ્રોજેક્ટ ખુલ્લો મૂકશે પીએમ મોદી.12.45 થી 2.15 સુધી પ્રધાનમંત્રી સાણંદ ખાતે ના કાર્યક્રમમાં હાજરી આપશે.2.25 કલાકે સાણંદ હેલિપેડ થી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. બપોરે 2.55 અમદાવાદ એરપોર્ટ થી ડીસા જવા રવાના થશે.બપોરે 3.40 કલાકે પ્રધાનમંત્રી ડીસા એર સ્ટ્રીપ પહોંચશે. ડીસા થી બાય રોડ કાર્યક્રમ સ્થળ નાણી ખાતે જશે પ્રધાનમંત્રી મોદી.સાંજે 4 થી 5 વાગ્યા વચ્ચે નાણી ખાતેના કાર્યક્રમમા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ મા આપશે હાજરી5.30 કલાકે પ્રધાનમંત્રી ડીસાથી આસામ જવા રવાના થશે.