રીપોર્ટ@ગુજરાત: વડાપ્રધાન મોદી બે દિવસ વતનમાં, કરોડો રૂપિયાના પ્રોજેક્ટોનું ઉદ્ધાટન કરશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદી 30 અને 31 એમ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે 4 વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ તેઓ સાંજે 5.30 કલાકે હેલિકોપ્ટરથી કેવડિયા કોલોની પહોંચશે. PM મોદી કેવડિયામાં જ રાત્રી રોકાણ કરશે. જાણો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ શું છે. બે દિવસ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને કરોડો રૂુપિયાના પ્રોજેક્ટોનું ઉદ્ધાટન અને ખાત મુહુર્ત કરશે.1239 કરોડ રુપિયાના વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘટન કરશે.
રાજવીઓના યોગદાન અંગે રુ 367 કરોડના ખર્ચે બનનારા મ્યુઝિયમનું ખાત મુહુર્ત કરશે. નર્મદા ડેમ વ્યુ પોઈન્ટ નં-1 ની મુલાકાત. 303 કરોડના ખર્ચે બનેલા ભવનનું ઉદ્ઘાટન અને ઇબસોને લીલી ઝંડી આપશે. 31મીએ તેઓ સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે. શુક્રવારે પીએમ મોદી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ કરશે.બાદમાં વિવિધ ટેબ્લોના પ્રદર્શન સાથે યોજાનારી વિવિધ પરેડને નિહાળશે. દર વખતની જેમ આ વખતે પણ 660 જેટલા તાલીમાર્થી સિવિલ સર્જન્ટ્સને પીએમ મોદી સંબોધન કરશે .અને 12 વાગ્યે તેઓ વડોદરા થઇ દિલ્હી રવાના થશે.

