રિપોર્ટ@ગુજરાત: વડાપ્રધાન મોદીનો આજે જન્મદિવસ, અમદાવાદથી સીધા ઓડિસા રવાના થશે

 
મોદી

PM નરેન્દ્ર મોદીને મળેલી 604 ભેટની હરાજી પણ કરાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન મોદીનો આજે જન્મ દિવસ છે. જેમાં પીએમ મોદી ગુજરાતથી રવાના થશે. પીએમ મોદી સવારે 9 વાગે ગાંધીનગરથી એરપોર્ટ જવા રવાના થયા હતા. એરપોર્ટથી સીધા જ ઓડીશા કાર્યક્રમમાં ભાગ લેવા જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે મંત્રીઓ એરપોર્ટ પર શુભેચ્છા પાઠવશે. મંત્રીમંડળના સભ્યો અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે.CM ભૂપેન્દ્ર પટેલે PMને જન્મદિવસને શુભેચ્છા પાઠવી છે. X પોસ્ટના માધ્યમથી CM ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી છે. જેમાં આપનો અભિગમ અમારા સૌ માટે પ્રેરણાનો અનંત સ્ત્રોત, આજે ભારતને વિશ્વના દેશોમાં ગૌરવપૂર્ણ ઓળખ અપાવી તેવું લખાણ લખ્યું છે.

તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટોનું પ્રદર્શન કરવામાં આવશે. તેમને મળેલી 604 ભેટની હરાજી પણ કરાશે. દર વર્ષે PMના જન્મદિવસથી હરાજી શરૂ થાય છે. તેમાં ઈ-ઓક્શન દ્વારા PMને મળેલી ભેટોની હરાજી થાય છે.આજથી 1 ઓક્ટોબર સુધી હરાજી ચાલશે. તેમાં પેરિસ ઓલિમ્પિક ખેલાડીઓ પાસેથી મળેલી ભેટ મોંઘી છે. લોકો ઓનલાઈન પણ ખરીદી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. PMને દેશ અને વિદેશમાં મળેલી ભેટોની હરાજી થશે. આ ભેટોમાં ભગવાન રામની મૂર્તિ સહિતની ભેટો છે. તેમાં અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ સહિત અનેક ભેટો છે.આજે તેમના જન્મદિવસ પર સેન્ડ આર્ટિસ્ટે આર્ટ બનાવ્યું છે. તેમાં સુદર્શન પટનાયકે રેતી પર PM મોદીનું ચિત્ર બનાવ્યું છે. સુદર્શન પટનાયકે જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે.