રીપોર્ટ@ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શૌર્યયાત્રામાં જોડાયા, સોમનાથ દાદાની નગરીમાં ભક્તોમાં ભારે ઉત્સાહ

 
પીએમ મોદી
ભોળાનાથના આશીર્વાદ લઈ ઓમકાર મંત્રના જાપ કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ સોમનાથની મુલાકાતે છે. આજે પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી સોમનાથમાં વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ ભવ્ય રોડ-શો યોજશે અને ત્યારબાદ રાજકોટ તેમજ ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે.આજે વહેલી સવારથી જ શૌર્યયાત્રાને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. થોડી વારમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં ભાગ લેવા પહોંચશે. જ્યા એક કલાક સુધી સભાને સંબોધન કરશે.

ત્યારબાદ તેઓ 12:45 કલાકે સોમનાથથી રાજકોટ જવા રવાના થશે. જ્યા મારવાડી યુનિવર્સીટી સૌરાષ્ટ્ર-કચ્છ વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ અમદાવાદ રવાના થશે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી બાયરોડ ગાંધીનગર જશે. જ્યા સાંજે 5:15 વાગ્યે મહાત્મા ગાંધી મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને રાજભવનમાં રાત્રિરોકાણ કરશે.સોમનાથમાં પીએમ મોદીની સુરક્ષા માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સોમનાથના SP જયદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 'પીએમ મોદીના કાર્યક્રમ માટે જળ, થલ અને નભ ત્રણેય સ્તરે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. બે હજારથી વધુ પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. 20થી વધુ IPS રેન્કના અધિકારી, વિવિધ ઈન્સ્પેક્ટર, SI અધિકારીઓને પણ તહેનાત કરાયા છે.'