રીપોર્ટ@ગુજરાત: રાઘવ ચઢ્ઢાને ઉપનેતા પદ પરથી હટાવી દેતા રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આમ આદમી પાર્ટીએ તેના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને ઉપનેતા પદ પરથી હટાવી દેતા રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. તેમની જગ્યાએ પંજાબના સાંસદ અશોક મિત્તલની નિમણૂક કરવામાં આવી છે. આ ફેરબદલ બાદ એવી અટકળો તેજ થઈ છે કે રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે.
દિલ્હી વિધાનસભાના નેતા વિપક્ષ આતિશીએ આ મામલે પ્રતિક્રિયા આપતા ભાજપ પર નિશાન સાધ્યું છે.તેમણે કહ્યું કે, "ભાજપ નેતાઓને ડરાવે છે, ધમકાવે છે અથવા લાલચ આપે છે. કદાચ રાઘવજી સાથે પણ આવું જ થઈ રહ્યું છે." આતિશીએ વધુમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, જ્યારે વિપક્ષ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીલક્ષી ગેરરીતિઓ કે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મહાભિયોગ લાવવાની વાત કરે છે, ત્યારે રાઘવ ચઢ્ઢા તેમાં સાથ આપવાનો ઇનકાર કરે છે. સંસદમાં જ્યારે મોંઘવારી કે સિલિન્ડરના મુદ્દે અવાજ ઉઠાવવાનું કહેવામાં આવે છે, ત્યારે પણ તેઓ મૌન રહે છે. આ સાબિત કરે છે કે તેઓ હવે ભાજપ અને પીએમ મોદીથી ડરી ગયા છે.
રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પોતાની વ્યથા ઠાલવી છે. તેમણે કહ્યું કે, "શું જનતાના મુદ્દા ઉઠાવવા એ ગુનો છે? એરપોર્ટ પર મોંઘા ખોરાક, ડિલિવરી બોય્ઝની સમસ્યા કે મધ્યમ વર્ગ પર ટેક્સના બોજ જેવા મુદ્દા ઉઠાવવાથી પાર્ટીને શું નુકસાન થયું? આમ આદમી પાર્ટી રાજ્યસભાના સચિવાલયને પત્ર લખીને મારો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે."રાઘવ ચઢ્ઢા અને પાર્ટી નેતૃત્વ વચ્ચેની આ ખેંચતાણ હવે ખુલ્લેઆમ સામે આવી ગઈ છે. એક સમયે પાર્ટીના પોસ્ટર બોય ગણાતા રાઘવ ચઢ્ઢાના આ તેવર સૂચવે છે કે AAP માં બધું બરાબર નથી અને આગામી દિવસોમાં મોટા રાજકીય ઉલટફેર જોવા મળી.

