રિપોર્ટ@ગુજરાત: વરસાદની સ્થિતિને લઈ રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કરી અપીલ, જાણો શું કહ્યું?

 
રાહુલ ગાંધી
વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસતા લોકોની સ્થિતિ દયનીયબની છે. ત્યારે આ મામલે આજે પીએમ મોદીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી અને સમગ્ર પરિસ્થિતનો તાગ મેળવ્યો હતો આ સાથે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને મદદદની ખાતરી પણ આપવામા આવી છે.

હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ગુજરાતની વરસાદની સ્થિતિ અંગે ટ્વિટ કર્યું છે. તેઓએ લખ્યું છે કે, ગુજરાતમાં પૂરની સ્થિતિ દિવસેને દિવસે ભયંકર જોવા મળી રહી છે. આ આપત્તિમાં જે પરિવારોએ પોતાનાને ખોયા છે, જેમની સંપત્તિને નુકસાન થયું છે. તેમના પ્રતિ સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્ત સ્વસ્થ થવાની આશા કરું છું. વધુમાં તેમને કોંગ્રેસ કાર્યકર્તાઓને અપીલ કરી છે કે, તેઓ પ્રભાવિત લોકોની મદદ કરવા રાહત બચાવ કાર્યમાં પ્રશાસનની દરેક પ્રકારે મદદ કરે આ સાથે તેમને સરકારને કહ્યું કે, સરકાર પાસે અપેક્ષા છે કે તેઓ આપત્તિના પ્રકોપને ઘટાડવા માટે તમામ જરૂરી પગલાં લે. જેથી અસરગ્રસ્ત લોકો શક્ય તેટલી વહેલી તકે પુનર્નિર્માણ અને પુનર્વસન તરફ આગળ વધી શકે.

રાહુલ ગાંધી ગુજરાત તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે. આ સાથે તેમના કાર્યકર્તાઓને પણ આદેશ આપ્યો છે કે, તેઓ પણ લોકોની મદદ માટે આગળ આવે. ગુજરાતમાં વરસેલા વરસાદમાં 15 થી વધુ લોકોના મોત થયા છે. વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે વરસાદને કારણે તંત્રની પોલ ઉઘાડી પડી ગઈ છે તંત્રના પાપે સામાન્ય લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.