રીપોર્ટ@ગુજરાત: અમદાવાદમાં કાર્યકરો સાથે રાહુલ ગાંધીનો સંવાદ, કહ્યું 'અડધા બીજેપી સાથે મળેલા છે'

કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓની કમી નથી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓ આડેહાથ લીધા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, 30 વર્ષથી આપણે અહીં સરકારમાં નથી. જ્યારે હું આવું છું તો ચર્ચા 2007, 2012, 2017, 2022, 2027ની ચૂંટણી પર ચર્ચા થાય છે. વાત ચૂંટણીની નથી. જ્યાં સુધી આપણે જવાબદારી પૂરી નહીં કરીએ, ત્યાં સુધી ગુજરાતની જનતા ચૂંટણી જીતવા નહીં દે. જે દિવસે આપણે આપણી જવાબદારી પૂરી કરી દીધી ત્યારે લોકો કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપશે.
તેમણે જણાવ્યું કે, ગુજરાત ફસાયેલું છે. ગુજરાતને રસ્તો દેખાતો નથી. ગુજરાત માર્ગ જોવા માગે છે, આગળ વધવા માગે છે. ગુજરાતની કોંગ્રેસ પાર્ટી તેને રસ્તો બતાવી શકતી નથી. જે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અપેક્ષા આપણી પાસે હતી, તે આપણે પૂરી કરી શક્યા નથી. પહેલા આ કહેવું પડશે. જો આપણને આ નહીં બોલીએ તો આપણું ગુજરાતની જનતા સાથે નાતો નહીં બને. ગુજરાતનું નતૃત્વ, કાર્યકર્તાઓમાં બે પ્રકારના લોકો છે. એક છે, જે જનતા સાથે ઊભો છે અને જનતા માટે લડે છે. જેના દિલમાં કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે. બીજો છે, જે જનતાથી દૂર છે, જનતાનું સન્માન કરતો નથી અને તેમાંથી અડધા બીજેપી સાથે મળેલા છે. જ્યાં સુધી આપણે આ બન્નેને અલગ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતની જનતા આપણી પર વિશ્વાસ નહીં કરી શકે.
તેમણે કહ્યું કે લોકો વિરોધ પક્ષ ઇચ્છે છે, વિકલ્પ ઇચ્છે છે, બી ટીમ ઇચ્છતા નથી. મારી જવાબદારી આ બે ગ્રુપને છાણવાની છે. કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓની કમી નથી. શરે છે, પરંતુ પાછળથી ચેઈન લાગેલી છે.ગુજરાતની જનતા જોઈ રહી છે કે કોંગ્રેસ પાર્ટીએ રેસમાં જાનનો ઘોડો નાંખી દીધો. જો આપણે નાતો બનાવવો છે તો બે કામ કરવાના છે. પહેલા તો આ જે બે ગ્રુપ છે તેને અલગ કરવાના છે. જો કડક કાર્યવાહી કરવી પડી 30-40 લોકોને કાઢવા પડે તો કાઢી દેવા જોઈએ. ભાજપ માટે અંદરથી કામ કરો છો. ચાલો જોઈએ બહારથી કામ કરો. તમારી ત્યાં જગ્યા નહીં બને, બહાર ફેંકી દેશે. નેતાઓના દિલમાં કોંગ્રેસ હોવી જોઈએ.