રિપોર્ટ@ગુજરાત: 24 કલાકમાં રાજ્યના 10 જિલ્લામાં વરસાદ, 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગ દ્રારા આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. 7 દિવસ સુધી કેટલાક જીલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સુધીનો વધારો થશે. એ સિવાય સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આજે સામાન્યથી મધ્યમ વરસાદ પણ વરસી શકે છે.ગઈકાલે રાત્રે 10 વાગ્યા સુધી હવામાન વિભાગે રાજકોટ, જામનગર, કચ્છ સહિત 10 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદ, મહિસાગર, વડોદરા, નર્મદા, સુરત અને સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્રારકા,ગીર સોમનાથના જીલ્લાઓમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં ગરમીમાં ઘટાડો થયો છે છેલ્લામાં 24 કલાકમાં 4થી 5 ડિગ્રી ઘટીને 36 ડીગ્રી તાપમાન નોધાયું છે. મહત્તમ તાપમાન ભૂજમાં 39.7 ડિગ્રી નોંધાયું છે.
બીજી તરફ ભાવનગર, અરવલ્લી, કચ્છ, રાજકોટ જિલ્લામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાક માટે જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વાવાઝોડા અને વીજળી સાથે વરસાદ પડવાની થવાની સંભાવના છે. રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં વરસાદની શક્યતા છે.સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના ઈડર, વડાલી, ખેડબહ્મા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો .જેમાં ઈડરમાં બે કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.