File Photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, રાજકોટ

કોરોનાકાળ વચ્ચે રાજકોટમાં ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાળાને ત્યાં મહત્વની બેઠક મળી હતી. ગઈ કાલે સાંજે મળેલી બેઠકમાં આગામી રણનીતિ અને સામાજિક એકતા માટે રાજકીય શક્તિ પ્રદર્શનની રણનીતિને લઈ મોટા નિર્ણયો કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, માવજી ડોડિયા સહિતને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કારડીયા રાજપૂત સમાજની બેઠક મુદ્દે વજુભાઈ વાળાએ નિવેદન આપ્યું હતું કે, હું તનતોડ મહેનત કરાવું છું. સાથે જ તેમણે કહ્યું હતું કે, સમસ્ત રાજપૂત સમાજ એક થાય એ અમારો ઉદ્દેશ્ય છે. તો મંદિરને લઈને વજુભાઈએ કહ્યું કે, ભવાની માતાનું મંદિર તમામ લોકો માટે હશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે તેને લઈ બેઠકોને દોર ચાલી રહ્યો છે. ગુજરાતમાં આ વખતે ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. કેમ કે રાજ્યમાં અનેક નવા પક્ષો આ વખતે તમામ વિધાસભાની બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી ચુક્યા છે. એવામાં ભાજપને બેઠકો ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે. ત્યારે પાર્ટીના અને પક્ષના મોટા નેતાઓને રાજકીય સ્થિતિ સુધારવાની કમાન સોંપવામાં આવી છે. જ્યારે જ્યારે ચૂંટણીના દિવસો નજીક આવે છે ત્યારે ત્યારે જ્ઞાતિ આધારિત ચોગઠા ગોઠવવાની શરૂઆત થઈ જાય છે. સૌરાષ્ટ્રમાં વર્ષોથી જ્ઞાતિ આધારિત ચૂંટણી થતી આવે છે. ખરા સમયે જ જ્ઞાતિના આગેવાનો મેદાનમાં આવી પોલિટિકલ પાર્ટીને પ્રેશર કરતા હોય છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ખોડલધામ સંસ્થા બનાવી નરેશ પટેલે પાટીદારોને એક કરવાની પહેલ કરી છે. ત્યારે ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાળાની આગેવાનીમાં તેમના જ ઘરે બેઠક યોજાઈ હતી. જેમાં રોજકોટમાં કારડિયા રાજપૂત સમાજ દ્વારા ભવાની માતાનું મોટું મંદિર બનાવાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, ખોડલધામ ઉમિયાધામની જેમ હવે સામાજિક એકતા માટેનું મંદિરનું નિર્માણ બનાવવાની જાહેર બાદ હવે રાજકીય વગ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવું મનાઈ રહ્યું છે કે, સંગઠનની શક્તિ ઉભી કરવા લીંબડી હાઈવે પર ભવાની માતાનું મંદિર નિર્માણ કરવાનું એલાન કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં સામાજિક સંગઠનો 2022ની ચૂંટણીમાં મોટી તાકાત બનીને ઉભરી આવી શકે છે. પહેલા ખોડલધામના ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓની બેઠક બાદમાં પાટીદાર અને કોળી સમાજના શક્તિ પ્રદર્શનથી અન્ય સમાજના લોકો પણ સક્રિય થયા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં વધુ એક મોટા સમાજ દ્વારા સામાજિક એક્તા સ્થાપવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કારડિયા રાજપૂત સમાજ આસ્થા સાથે એક્તાના પ્રતિક સમા સંગઠન બનાવવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. તેમાય તે ભાજપના સિનિયર નેતા વજુભાઇવાળા રાજકીય વ્યૂહબાજીમાં નિષ્ણાંત છે. ત્યારે પાટીદાર અને કોળી સમાજ બાદ સૌરાષ્ટ્રમાં કારડીયા રાજપૂત સમાજ ત્રીજા નંબરનો મોટો સમાજ બને તેવું મનાઈ રહ્યું છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code