રિપોર્ટ@ગુજરાત: રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ PM મોદીને ડાયમંડનું 'નવભારત રત્ન' અર્પણ કર્યું
કુદરતી હીરાને ભારતના નકશાનો આકાર આપવા માટે 62 કલાક જેટલો સમય લાગ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ડાયમંડ કિંગ તેમજ રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ પ્રધાનમંત્રી મોદીને ડાયમંડનું નવભારત રત્ન અર્પણ કર્યું છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નવભારત રત્ન' હીરો અર્પણ કર્યો છે. કુદરતી હીરાનું ઉત્પાદન અને નિકાસ કરતી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક અને ચેરમેન ગોવિંદ ધોળકિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનોખા હીરાની ભેટ આપી છે.
ભારતના નકશાના આકારમાં તૈયાર કરાયેલા આ કુદરતી હીરાનું નામ 'નવભારત રત્ન' અપાયું છે. 2.120 કેરેટના કુદરતી હીરાને ભારતના નકશાનો આકાર આપવા માટે 62 કલાક જેટલો સમય લાગ્યો છે. કારીગરોએ સતત 62 કલાક સુધી ઝીણવટભર્યું કામ કરીને હીરાને તૈયાર કર્યો છે. ગોવિંદ ધોળકિયાનો જન્મ દૂધાળા ગામમાં 7 નવેમ્બર 1947ના રોજ થયો હતો. હીરાના પ્રતિષ્ઠિત કારોબારી છે તેમજ નોકરી છોડીને હીરાનો વ્યવસાય શરૂ કર્યો હતો. વેપાર કરવા માટે 410 રૂપિયા ઉધાર લીધા હતા. હાલ 4800 કરોડની નેટવર્થ છે તેમજ લોકો વચ્ચે કાકા તરીકે ઓળખાય છે.
1964માં સુરતમાં કારકિર્દીની શરૂઆત કરી અને શરૂઆતમાં હીરા કાપવાનું અને પોલિશિંગનું કામ કરતા હતાં. બે મિત્રો સાથે મળીને સ્વતંત્ર રીતે કામ કરવાનું નક્કી કર્યું અને શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ કંપની બનાવી. રફ હીરાના વેપારી હીરાભાઈ વાડીવાલા સાથે વેપાર શરૂ કર્યો હતો. પોલીશ કર્યા બાદ રફ હીરાનું વજન 34 ટકા સુધી કરી બતાવ્યું તેમજ હીરાના વેપારમાં ઝંપલાવ્યા બાદ પાછું વાળીને જોયું નથી. જેઓ વર્તમાનમાં રાજ્યસભાના સાંસદ છે