રીપોર્ટ@ગુજરાત: રાશનમાં ભેદભાવથી નારાજગી, અનેક કાર્ડધારકો વંચિત

અટલ સમાચાર,પ્રિયકાન્ત શ્રીમાળી કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે સરકાર દ્રારા તમામ લોકોને મફત સરકારી અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તેમાં પણ માત્ર બીપીએલ અને અંત્યોદય કાર્ડધારકોને જ મફત સરકારી અનાજ આપવાના આક્ષેપો થયા હતા. જેને લઇ કોંગ્રેસના ધારાસભ્યો દ્રારા તંત્રને પત્રો લખી રજૂઆત કરી હતી. જેને લઇ સરકાર દ્રારા માત્ર
 
રીપોર્ટ@ગુજરાત: રાશનમાં ભેદભાવથી નારાજગી, અનેક કાર્ડધારકો વંચિત

અટલ સમાચાર,પ્રિયકાન્ત શ્રીમાળી

કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે સરકાર દ્રારા તમામ લોકોને મફત સરકારી અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તેમાં પણ માત્ર બીપીએલ અને અંત્યોદય કાર્ડધારકોને જ મફત સરકારી અનાજ આપવાના આક્ષેપો થયા હતા. જેને લઇ કોંગ્રેસના ધારાસભ્યો દ્રારા તંત્રને પત્રો લખી રજૂઆત કરી હતી. જેને લઇ સરકાર દ્રારા માત્ર નોન NFSA બીપીએલ કાર્ડધારકોને જ જથ્થો આપવાનું જાહેર કરેલ છે. જેથી રાશન વિતરણમાં ભેદભાવભરી નિતીથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. જોકે હવે નોન NFSA એપીએલ કાર્ડધારકોને જથ્થો મળે તેવી માંગ ઉઠી છે.

રીપોર્ટ@ગુજરાત: રાશનમાં ભેદભાવથી નારાજગી, અનેક કાર્ડધારકો વંચિત

ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે સરકારે તમામ રાશનકાર્ડધારકો અને જેને રાશનકાર્ડ ન હોય તેવા તમામને મફત સરકારી અનાજનું વિતરણ કરવાની જાહેરાત કરી હતી. ગુજરાત કોંગ્રેસે રાજ્યપાલને પત્ર લખી તમામ લોકોને મફત સરકારી અનાજ મળે તેવી સંબંધિત અધિકારીઓને સુચના આપવા રજૂઆત કરી છે. સમગ્ર રાજ્યમાં 8.07 લાખ જેટલા અંત્યોદય કાર્ડધારકો (AAY) તથા 57.33 લાખ જેટલા અગ્રતા ધરાવતા કુટુંબો (PHH) મળી કુલ 65.40 લાખ NFSA (National Food Security Act) કાર્ડધારકોની સવા ત્રણ કરોડ જેટલી જનસંખ્યા હોવાનું કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@ગુજરાત: રાશનમાં ભેદભાવથી નારાજગી, અનેક કાર્ડધારકો વંચિત
file photo

જોકે હવે 1.20 કરોડ કાર્ડ ધારકો માંથી 65.40લાખ જેટલા કાર્ડ ધારકોને આનો લાભ મળે છે હવે બાકી રહેતા APL કાર્ડ ધારકોને આનો લાભ આપવામાં આવે તેવી સ્પષ્ટ માંગણી છે કારણ કે APL કાર્ડ ધારકો પણ નિમ્ન માધ્યમ વર્ગ (Lower Middle Class)ના લોકો ધરાવે છે જે લોકડાઉનના સમય દરમ્યાન પોતાના ધંધા રોજગાર જઈ શકતા નથી તો તેમને પણ આ સંકટની ઘડીમાં સરકારે સંપૂર્ણ નિશુલ્ક લાભ આપવો જોઈએ. આ સાથે સરકાર દ્વારા અપાતા અનાજમાં મોટા ભાગે સડેલા અનાજની અને માટીના ઢેફાયુક્ત અનાજની ફરિયાદો અનેક વિતરણ કેન્દ્રો ઉપર થી મળી છે તો તે અંગે તાત્કાલિક અસરથી સંબંધિત અધિકારીઓને સુચના આપવા રજૂઆત કરી છે.