રીપોર્ટ@ગુજરાત: ધો.10નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર, મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ

ખેડાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછુ 29.56 ટકા પરિણામ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ધો.10 બોર્ડનું 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. મહેસાણાના કાંસા કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ જાહેર થયું છે. ભાવનગરના ભોળાદ કેન્દ્રનું સૌથી વધુ 99.11 ટકા પરિણામ આવ્યું છે. ખેડાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછુ 29.56 ટકા પરિણામ આવ્યું છે. બનાસકાંઠા 89.29 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે.ખેડા 72.55 ટકા સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે.રાજ્યની 1574 શાળાનું 100 ટકા પરિણામ જાહેર થયું છે.
રાજ્યની 201 શાળાનું 30 ટકાથી ઓછુ પરિણામ જાહેર થયું છે. 45 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા આ્વ્યું છે. રાજ્યમાં A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 28 હજાર 55 છે તો રાજ્યમાં A2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 86 હજાર 459 છે. ધો. 10માં ફરી વિદ્યાર્થી કરતા વિદ્યાર્થિનીઓએ મારી બાજી મારી છે. ધો. 10માં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56 ટકા જાહેર થયું છે તો ધો. 10માં વિદ્યાર્થિનીઓનું પરિણામ 87.24 ટકા જાહેર થયું છે.ગયા વર્ષે 82.56 ટકા પરિણામ આવ્યું હતું. 2025માં 8 લાખ 92 હજાર વિદ્યાર્થીઓએ આપી હતી,રાજકોટમાં સામાન્ય સ્થિતિ ધરાવતા પરિવારના દીકરાએ ધોરણ 10ના પરિણામમાં માર્યું મેદાન. સમીર ગોહેલ નામના વિદ્યાર્થીએ 99.99 પર્સેન્ટાઈલ રેંક મેળવીને પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે.
ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7 ટકા આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહનું 83.51 પરિણામ આવ્યું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં બનાસકાંઠા જિલ્લો અગ્રેસર રહ્યો છે. જિલ્લાનું સૌથી વધું 97.20 ટકા પરિણામ આવ્યું છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લા અગ્રેસર રહ્યો હતો જેનું પરિણામ 92.91 ટકા આવ્યું હતુ. ધો.12 સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ વડોદરા જિલ્લાનું આવ્યું હતુ. જયારે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 59.15 ટકા પરિણામ આવ્યું હતુ.