રિપોર્ટ@ગુજરાત: આજથી રાજ્યમાં 4 હજાર જગ્યા માટે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ, જાણો વિગતે

 
ભરતી

જિલ્લા શિક્ષણાધિકારી નિમણૂંક પામેલા ઉમેદવારોને મંજૂરી આપશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં જૂના શિક્ષકોની 4 હજાર જગ્યા માટે શાળા ફાળવણી કરવામાં આવી છે. આજથી જૂના શિક્ષકો શાળા ફાળવણી કરવામાં આવશે. ત્યારે 9 માર્ચે ઉમેદવારોને નિમણૂક હુકમ આપવામાં આવશે. તાજેતરમાં ભરતી માટે 4532 અરજી મળ્યા બાદ મેરિટ જાહેર કરાયું હતું. જેમાં 9 માર્ચના રોજ જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યા બાદ 12 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી દરમિયાન શાળા પસંદગીનો તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. શાળા પસંદગીની કામગીરી પણ પૂર્ણ થયા બાદ હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2 હજાર અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2 હજાર મળી કુલ 4 હજાર જૂના શિક્ષકોની ભરતીની જાહેરાત 1 સપ્ટેમ્બર, 2024ના રોજ આપવામાં આવી હતી. આ જાહેરાત અન્વયે ઉમેદવારો દ્વારા ભરતી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સમગ્ર રાજ્યમાંથી કુલ 4532 અરજી મળી. રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતીને લઈ મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં નવી નિમણૂંકમાં એનઓસીની જરૂર રહેશે નહીં. શિક્ષક કે આચાર્ય તરીકે પસંદગી પામેલા ઉમેદવારોઓએ એનઓસી મેળવવી પડશે નહીં. જિલ્લા શિક્ષણાધિકારી નિમણૂંક પામેલા ઉમેદવારોને મંજૂરી આપશે. જે બાબતે અગાઉ શિક્ષણ મંત્રી ડો કુબેર ડિંડોરે જાહેરાત કરી હતી.