રીપોર્ટ@ગુજરાત: LPGને લઈ રાહતના સમાચાર; કેન્દ્ર સરકારે લીધો સૌથી મોટો નિર્ણય, જાણો વધું

 
એલપીજી
વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં એલપીજી ગેસના સપ્લાય લીલી ઝંડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્ર સરકારે હાલ એક મોટો નિર્ણય લીધો છે. ઈન્ડસ્ટ્રીમાં પણ LPG સપ્લાયની છૂટ અપાઈ છે. આ સિવાય ફાર્મા, ફૂડ, હેવી મેટલ, એગ્રિકલ્ચર સહિતની ઈન્ડસ્ટ્રીઝમાં જરૂરી સપ્લાય આપવા સૂચના અપાઈ છે. કેન્દ્ર સરકારે દિવસની 0.2 ટીએમટી એલપીજી ગેસ આપવા છૂટ આપવામાં આવી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ સચિવે તમામ રાજ્યોને પત્ર લખી જાણ કરી દીધી છે. આ સાથે જ ગુજરાતમાં સિરામિક, ડેરી સહિત અનેક ઉદ્યોગોને લાભ થશે.

ગુજરાત સહિત દેશભરના ઉદ્યોગો માટે કેન્દ્ર સરકાર તરફથી દિવાળી જેવો માહોલ સર્જાયો છે. લાંબા સમયની રાહ જોયા બાદ, કેન્દ્ર સરકારે એલપીજી સપ્લાયને લઈ અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લીધો છે. હવેથી વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં પણ એલપીજી ગેસના સપ્લાય માટે સરકારે લીલી ઝંડી આપી દીધી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ સચિવે આ બાબતે તમામ રાજ્યોને સત્તાવાર પત્ર લખીને જાણ કરી છે.

સરકારની નવી સૂચના મુજબ ફાર્માસ્યુટિકલ, ફૂડ પ્રોસેસિંગ, હેવી મેટલ અને એગ્રિકલ્ચર જેવા સેક્ટર્સમાં જરૂરી સપ્લાય પૂરો પાડવામાં આવશે. સરકારે આ નિર્ણય અંતર્ગત હવે દરરોજની 0.2 ટીએમટી એલપીજી ગેસ આપવાની છૂટ આપી છે. આ પગલાથી ઈન્ડસ્ટ્રીમાં ઇંધણની અછત દૂર થશે અને ઉત્પાદન પ્રક્રિયામાં ગતિ આવશે. ખાસ કરીને એવા ઉદ્યોગો કે જેઓ ક્લીન એનર્જી તરીકે ગેસ પર નિર્ભર છે, તેમના માટે આ સંજીવની સમાન સાબિત થશે. આ નિર્ણયની સૌથી સકારાત્મક અસર ગુજરાત પર જોવા મળશે. ગુજરાતના મુખ્ય ઉદ્યોગો જેવા કે મોરબીનો સિરામિક ઉદ્યોગ જે ગેસના ભાવ અને સપ્લાય પર નિર્ભર છે, તેને આ નિર્ણયથી મોટી રાહત મળશે.