રીપોર્ટ@ગુજરાત: રાજયભરમાં RTO સેવાઓ ખોરવાઈ, 30,000 અરજદારો અટવાયા

 
Rto
દિલ્હીની ટીમે તપાસ શરૂ કરી

​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત રાજ્યની તમામ આરટીઓ કચેરીઓમાં હાલ ‘સારથી’ પોર્ટલની ટેકનિકલ ખામીને કારણે ભારે અંધાધૂંધી સર્જાઈ છે. પરિવહન પોર્ટલ વારંવાર ખોટકાઈ જવાને કારણે વહીવટી કામગીરી ઠપ થઈ ગઈ છે, જેના પરિણામે રાજ્યભરમાં 30,000 થી વધુ લોકો પોતાના ડ્રાઈવિંગ ટેસ્ટ અને અન્ય કામગીરી માટે અટવાઈ પડ્યા છે. ખાસ કરીને અમદાવાદ સહિતની મુખ્ય આરટીઓ કચેરીઓમાં દર ત્રીજે દિવસે પોર્ટલ બંધ થઈ જતું હોવાથી અરજદારો પરેશાન થઈ રહ્યા છે.

અમદાવાદ આરટીઓ કચેરીની વ્યથા તો ત્યાં સુધી છે કે, કર્મચારીઓએ કામગીરી ચાલુ રાખવા માટે 45 જેટલા અલગ-અલગ લોગિન પાસવર્ડ યાદ રાખવા પડે છે, જે પોર્ટલની જટિલતા અને ટેકનિકલ નબળાઈ દર્શાવે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હવે દિલ્હીથી આવેલી સ્પેશિયલ ટેકનિકલ ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા છે અને પોર્ટલના સર્વર તથા અન્ય ખામીઓ સુધારવા કવાયત શરૂ કરી છે.