રીપોર્ટ@ગુજરાત: ખેડામાં સાબરમતી નદી ઓવરફ્લો, આસપાસના ગામડા રાતો રાત ખાલી કરાવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ખેડામાં સાબરમતી નદી ઓવરફ્લો થતાં નદી ઓવરફ્લો થતા હાઈવે પર પાણી ફરી વળ્યા છે. ખેડા -ધોળકા રોડ પાણી ભરાવાના કારણે બંધ કરવામાં આવ્યો છે. રસિકપુરા, પથાપુરા, નાની કલોલીમાં પાણી ઘૂસ્યા છે. રસીકપુરા પાસે પાણી ભરાતા રોડ બંધ કરાયો છે. લોકોએ પોતાના પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. પથાપુરા ગામ જવાના રોડ પર બેરિકેડિંગ લગાવ્યા છે. રેસ્ક્યુ માટે 10 બસ રસીકપુરા, પથાપુરામાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
ખેડામાં સાબરમતી નદી ઓવરફ્લો થઈ છે. ખેડા - ધોળકા રોડ પાણી ભરાવાના કારણે બંધ કરાયો છે. સાબરમતી નદીના પાણી રસિકપુરા, પથાપુરા, નાની કલોલી સહિતના ગામોમાં ફરી વળ્યા છે. આસપાસના ગામના લોકોને નદી કાંઠાથી દૂર ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.ખેડા જિલ્લામાં સંભવિત પૂરને લઇને સ્કૂલો બંધ કરવામાં આવી છે. જિલ્લાની તમામ શાળાઓ, આંગણવાડી બંધ કરવાનો આદેશ અપાયો છે. હવામાન ખાતાની આગાહીને લઇને કરાયો નિર્ણય ખેડા જિલ્લા કલેક્ટરે સ્કૂલોને આદેશ આપ્યો છે. ખેડાથી ધોળકા તરફના રાજ્ય ધોરીમાર્ગ રસીકપુરા પાસે પાણી ભરાતા રોડ બંધ કરવામાં આવ્યો છે.