રીપોર્ટ@ગુજરાત: પંચાયત ચૂંટણીમાં સરપંચ ઉમેદવારને ફક્ત એક જ વોટ મળ્યો, જાણો વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતની ગ્રામ પંચાયત ચૂંટણીમાં એક ઉમેદવારને ફક્ત એક જ મત મળ્યો છે. તેના પરિવારના સભ્યોએ પણ તેને વોટ આપ્યો ન હતો. તેના ઘરમાં 12 સભ્યો હતા. ચૂંટણી પરિણામોની જાણ થતાં જ લોકોએ આ ઉમેદવારની ચર્ચા શરૂ કરી દીધી.મામલો ગુજરાતના વાપી જિલ્લાનો છે.
વાપી જિલ્લાના છરવાલામાં સરપંચ પદ માટે ઉમેદવાર સંતોષ હળપતિએ ઉમેદવારી નોંધાવી હતી. મતગણતરી કેન્દ્ર પાસે રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે તેમને આશા હતી કે ઓછામાં ઓછું તેમના પરિવાર, જેમાં તેમની પત્ની પણ સામેલ છે, તેમણે તેમના પક્ષમાં મતદાન કર્યું હશે.હળપતિએ કહ્યું કે સ્થાનિક ચૂંટણીના પરિણામોથી તેઓ દુઃખી નથી. પરંતુ એ જાણીને ખૂબ જ દુઃખ થયું કે પરિવારના 12 સભ્યોમાંથી કોઈએ તેમને મતદાન કર્યું નથી. રાજ્ય ચૂંટણી પંચે મંગળવાર રાત સુધીમાં ગુજરાતની 8,686 ગ્રામ પંચાયતોમાંથી 6,481 ના પરિણામો જાહેર કર્યા હતા. ચૂંટણીઓ બે દિવસ પહેલા જ યોજાઈ હતી. પંચાયત ચૂંટણીમાં ઉમેદવારો કોઈ પક્ષની ટિકિટ પર નહીં. પણ વ્યક્તિગત રીતે ઉભા રહે છે. અહીં લોકો તેમના મતથી સરપંચ અને પંચાયત સભ્યોને ચૂંટે છે.