રીપોર્ટ@ગુજરાત: નર્મદામાં નકલી ઇન્કમ સર્ટી કાઢી આપવાનું કૌભાંડ ઝડપાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં કોઈને કાયદાનો ડર ના હોય તેમ વિવિધ ગુનાઓને અંજામ આપે છે ક્યારેક કોઈ વ્યક્તિ નકલી અધિકારી બની જાય છે તો ક્યારેક કોઈ નકલી સર્ટીફિકેટ કે ડોક્યુમેન્ટ બનાવવા લાગે છે. નર્મદામાં નકલી ઇન્કમ સર્ટી કૌભાંડ સામે આવ્યું છે. નકલી સર્ટીફિકેટ બાદ હવે નકલી આવકના દાખલા મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.
ચિત્રાવાડી ગ્રામ પંચાયતે આ અંગે પોલીસ ફરિયાદ કરી છે. નકલી આવકના દાખલા બનાવી RTE એડમિશન લેવાયું હતું. સાથે જ વિધવા સહાય, સરકારી યોજનાનો ખોટો લાભ લેવાનું કૌભાંડ પણ ઝડપાયું છે. સમગ્ર મામલે હવે નર્મદા પોલીસે SITની રચના છે.અગાઉ ફરિયાદ થઈ છે જેમાં મુખ્ય આરોપી દર્પણ પટેલ સહિત અન્ય આરોપી પોલીસથી દૂર છે. આ અંગે સાંસદ મનસુખ વસાવાએ ગંભીર સવાલ ઉઠાવ્યા છે. મનસુખ વસાવા કહ્યું હતું કે, આરોપીઓને કોઈ બચાવી રહ્યું છે તો બીજી તરફ કેસમાં ફરિયાદ થયાને 15 દિવસ થયા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસના હાથે હજુ એક પણ આરોપી લાગ્યા નથી