રિપોર્ટ@ગુજરાત: દુષ્કર્મની ઘટનાઓ મામલે શક્તિસિંહ ગોહિલે પીએમ મોદી પર સાધ્યું નિશાન, જાણો વિગતે

 
શક્તિસિંહ ગોહિલ

શક્તિસિંહે આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં જે દુષ્કર્મના કેસો સામે આવ્યા છે તેમાં આરોપીનું કોઈના કોઈ રીતે ભાજપ સાથે કનેક્શન હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આ મામલે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મોટુ નિવેદન આપ્યુ છે. આજે શક્તિસિંહ ગોહિલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ગુજરાતમાં ભાજપના બળાત્કારી નેતાઓને લઈને નિવેદન આપ્યુ હતુ શક્તિસિંહે આ મામલે ભાજપને અને પીએમ મોદીને બરાબરાના આડેહાથ લીધા હતા અને તેમની ચુપ્પી પર નિશાન સાધ્યું હતું.

તેમણે તાજેતરમાં ગુજરાતમાથી સામે આવેલ દાહોદ, વડોદરા, પાટણના ચાણસ્મામાંની ઘટનાઓને લઈને ભાજપ પર નિશાન સાંધ્યું હતુ શક્તિસિંહે આ ઘટનાઓના ન્યુઝ પેપરમાં આવેલા અહેવાલોને દર્શાવ્યા હતા આ સાથે આ કેસમાં જે આરોપીઓ છે તેમના ભાજપ સાથેના ફોટો બતાવ્યા હતા અને તેની માહિતી આપતા ભાજપ પર પ્રહાર કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે દાહોદમાં એક 6 વર્ષની માસુમ દિકરીની શાળાના આચાર્યએ દુષ્કર્મના ઈરાદે હત્યા કરી નાખી હતી.

આ આચાર્ય ગોવિંદ નટ્ટનું RSS-વિશ્વહિન્દુ પરિષદ સાથે કનેક્શન ખુલ્યુ હતુ આ મામલે શક્તસિંહે આરોપીના RSS-વિશ્વહિન્દુ પરિષદ સાથેના ફોટાઓ તેમજ ભાજપના નેતાઓ સાથેના ફોટાઓ બતાવ્યા હતા અને આ મામલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. શક્તિસિંહે આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી હતી. વધુમાં શક્તિસિંહે જણાવ્યુ કે, આ ઘટનાઓને લઈને કાલે સાવરે 11 વાગે અમદાવાદમા પાલડીથી સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ (Town Hall)સુધી કોંગ્રેસ રેલી કાઢશે.