રીપોર્ટ@ગુજરાત: અત્યાર સુધી કુલ 82 લોકોને કોરોના પોઝિટીવ: આરોગ્ય સચિવ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 82 થઈ છે. અમદાવાદમાં વધુ આઠ કેસ પોઝિટિવ નોંધાયા કુલ દર્દીઓની સંખ્યા વધી છે. અમદાવાદમાં 31 કેસ પોઝિટિવ નોંધાયા છે. સરકારએ અમદાવાદ સહિતના શહેરોને કોરોનાના હોટસ્પોટ જાહેર કર્યા છે. તેવામાં આ તમામ શહેરોમાં ખાસ કાર્યવાહી શરુ કરવામાં આવી છે. હાલ જે દર્દીઓ સારવાર હેઠળ છે તેમાંથી 3 વેન્ટીલેટર
 
રીપોર્ટ@ગુજરાત: અત્યાર સુધી કુલ 82 લોકોને કોરોના પોઝિટીવ: આરોગ્ય સચિવ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 82 થઈ છે. અમદાવાદમાં વધુ આઠ કેસ પોઝિટિવ નોંધાયા કુલ દર્દીઓની સંખ્યા વધી છે. અમદાવાદમાં 31 કેસ પોઝિટિવ નોંધાયા છે. સરકારએ અમદાવાદ સહિતના શહેરોને કોરોનાના હોટસ્પોટ જાહેર કર્યા છે. તેવામાં આ તમામ શહેરોમાં ખાસ કાર્યવાહી શરુ કરવામાં આવી છે. હાલ જે દર્દીઓ સારવાર હેઠળ છે તેમાંથી 3 વેન્ટીલેટર પર છે અન્ય દર્દીની સ્થિતિ સામાન્ય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં કુલ 32 કેસ પોઝિટિવ થયા છે. રાજ્યમા કોરોના પોઝિટિવ નો આંકડો 78 પર પહોંચ્યો છે. શહેરમા કોરોના પોઝિટિવ કેસનો આંકડો 32 પર પહોંચ્યો છે. AMCની સર્વેલન્સ ટીમ દ્વારા શહેરમા તપાસ કરી કોરોનાના દર્દીઓને શોધ્યા છે. રાજ્યમા કોરોના પોઝિટિવ નો આંકડો 82 પર પહોંચ્યો છે.

કોરોના અંગે જાણકારી આપતાં અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસમાં વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી અને લોકલ ટ્રાંશમીશનની સાથે હવે આંતરરાજ્ય પ્રવાસના કારણે કોરોનાના ચેપ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં નોંધાયેલા 8 કેસમાંથી પણ કેટલાક દર્દી એવા છે જેમની ટ્રાવેલ હિસ્ટ્રી આંતરરાજ્ય છે. એટલે કે તેઓ અન્ય રાજ્યમાંથી ગુજરાત આવ્યા છે.