રીપોર્ટ@દેશ: ‘ઓપરેશન સિંદૂર’ પર લોકસભામાં બીજા દિવસે પણ વિશેષ ચર્ચા, જાણો વિગતવાર

ગૃહમંત્રીએ કહ્યું કે, 28 જુલાઈએ માર્યા ગયેલા ત્રણેય આતંકવાદી પાકિસ્તાની
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકસભામાં કહ્યું કે, 28 જુલાઈએ માર્યા ગયેલા ત્રણેય આતંકવાદી પાકિસ્તાની હતા. ‘ઓપરેશન સિંદૂર’ પર લોકસભામાં બીજા દિવસે પણ વિશેષ ચર્ચા ચાલુ છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વિષય પર સંસદને જણાવ્યું કે પહેલગામના ત્રણેય ગુનેગારોને ઓપરેશન મહાદેવમાં ઠાર મારવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન મહાદેવ પર જણાવ્યું કે ઓપરેશન મહાદેવમાં સુલેમાન ઉર્ફે ફૈઝલ અફઘાન અને જિબરાન, આ ત્રણેય આતંકવાદીઓ ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત અભિયાનમાં માર્યા ગયા. સુલેમાન લશ્કર-એ-તૈયબાનો એ-શ્રેણીનો કમાન્ડર હતો. અફઘાન લશ્કર-એ-તૈયબાનો એ-શ્રેણીનો આતંકવાદી હતો. અને જિબરાન પણ એ-ગ્રેડનો આતંકવાદી હતો. બૈસરન ખીણમાં જેમણે આપણા નાગરિકોની હત્યા કરી હતી, તે આ ત્રણેય આતંકવાદીઓ હતા અને ત્રણેય માર્યા ગયા.
અમિત શાહે જણાવ્યું કે ગઈકાલના ઓપરેશનમાં ત્રણેય આતંકવાદીઓ – સુલેમાન, અફઘાન અને જિબરાન માર્યા ગયા. જેઓ તેમને ખોરાક પહોંચાડતા હતા, તેમને પહેલાથી જ અટકાયતમાં લઈ લેવામાં આવ્યા હતા. જ્યારે આ આતંકવાદીઓના મૃતદેહો શ્રીનગર લાવવામાં આવ્યા ત્યારે આપણી એજન્સીઓ દ્વારા અટકાયતમાં રાખવામાં આવેલા લોકો દ્વારા જ તેમની ઓળખ સ્થાપિત કરવામાં આવી હતી.કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે બપોરે 1 વાગ્યે ત્યાં હુમલો થયો હતો અને હું સાંજે 5.30 વાગ્યે શ્રીનગર પહોંચી ગયો હતો. 23 એપ્રિલે એક સુરક્ષા બેઠક યોજાઈ હતી અને તેમાં નિર્ણય લેવાયો હતો અને તેની પાકી વ્યવસ્થા કરવામાં આવી હતી કે નૃશંસ હત્યા કરનારા હત્યારાઓ દેશ છોડીને ભાગી ન શકે. અમિત શાહે જણાવ્યું કે 22 મેના રોજ અમને સેન્સર દ્વારા આતંકવાદીઓની હાજરીની પુષ્ટિ મળી. પછી અમારા 4 પેરાના નેતૃત્વમાં CRPFના જવાનો અને જમ્મુ-કાશ્મીરના જવાનોએ એકસાથે આતંકવાદીઓને ઘેરવાનું કામ કર્યું.
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું, “પહેલગામ હુમલા બાદ તરત જ હું પ્રભાવિત પરિવારોને મળ્યો હતો. મેં મારી સામે એક મહિલાને ઊભેલી જોઈ, જે તેના લગ્નના 6 દિવસ બાદ જ વિધવા બની ગઈ હતી – હું તે દૃશ્ય ક્યારેય નહીં ભૂલી શકું. હું આજે તમામ પરિવારોને જણાવવા માંગું છું કે મોદીજીએ ઓપરેશન સિંદૂર દ્વારા જેહાદી આતંકવાદીઓેને ભારત મોકલનારાઓને માર્યા, અને આજે આપણા સુરક્ષા દળોએ તેમને પણ માર્યા જેમણે હત્યાઓ કરી હતી.”ગૃહમંત્રીએ કહ્યું, “આજે હું લોકસભા ગૃહને જણાવતા ખૂબ ખુશ છું કે મોદીજીએ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓના આકાઓને જમીનમાં ભેળવી દીધા હતા અને સેના તેમજ CRPFએ તે આતંકવાદીઓને પણ ખતમ કરી દીધા.