રીપોર્ટ@ગુજરાત: રાજ્ય સરકાર હુમલાને પગલે સતર્ક, કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં હાઈ એલર્ટ

 
ગૃહમંત્રી
સમગ્ર વિસ્તારમાં વિસ્તારમાં બ્લેકઆઉટ માટે લોકલ એડમિનિસ્ટ્રેશન એલર્ટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાકિસ્તાને કરેલા એટેક બાદ ગુજરાતમાં કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં હાઈ એલર્ટ જાહેર કરાયુ છે. તે ઉપરાંત 18 જિલ્લાઓને એલર્ટ પર મુકવામાં આવ્યાં છે. ઉપરાંત કચ્છ અને બનાસકાંઠામાં સુરક્ષાના ભાગ રૂપે બ્લેક આઉટ જાહેર કરાયું છે. ગૃહ રાજ્યમંત્રી સહિતના અધિકારીઓ પણ ગાંધીનગર ખાતે સ્ટેટ ઈમર્જન્સી સેન્ટર પહોંચી ગયા છે.

રાજ્યના સાત એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યાં છે. જામનગર, રાજકોટ, પોરબંદર, કેશોદ, ભુજ સહિતના એરપોર્ટ બંધ કરવામાં આવ્યાં છે.કચ્છમાં સિરક્રિક વિસ્તારમાં ડ્રોનની હીલચાલ દેખાયા બાદ કચ્છના ભુજ,નલિયા અને નખત્રાણામાં બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠાના સુઈગામ અને વાવમાં પણ બ્લેક આઉટ જાહેર કરાયું છે. પાટણમાં પણ બ્લેક આઉટ સહિત એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં ગત રાત્રે પણ પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યો હતો. ગાંધીધામમાં પોલીસે સુરક્ષાના કારણોસર દુકાનદારો અને મોલના માલિકોને લાઇટો બંધ કરવા કહ્યુ છે. સમગ્ર વિસ્તારમાં વિસ્તારમાં બ્લેકઆઉટ માટે લોકલ એડમિનિસ્ટ્રેશન એલર્ટ છે.

લોકોને ઘરમાં રહી સુરક્ષિત રહેવા અનુરોધ કરાયો છે. રાજ્ય સરકાર હુમલાને પગલે સતર્ક થઈ ગઈ છે. આ હુમલાને પગલે સ્ટેટ ઈમરજન્સી સેન્ટર પર રાહત કમિશનર આલોક પાંડે સહિતના અધિકારીઓ હાજર થઈ ગયાં છે. રાજ્યના સરહદી વિસ્તાર અને સ્થાનિક તંત્ર સાથે તાલમેલની કામગીરી કરવામાં આવી રહી છે.મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ પણ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચી ગયા છે.