રિપોર્ટ@ગુજરાત: રાજય સરકાર 24,700 જગ્યાઓ પર કરશે શિક્ષકોની ભરતી, કેબિનેટ બેઠકમાં અપાઈ મંજૂરી

 
ભુપેન્દ્ર પટેલ

રાજ્યની શાળાઓમાં 80 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

TET 1 અને TET 2ના ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે, રાજય સરકાર હવે કાયમી શિક્ષકોની ભરતી કરવા જઈ રહ્યું છે, આ મુદ્દે આજે કેબિનેટની બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે.કુલ 24, 700 જગ્યાઓ પર ભરતી જાહેર કરાશે.તાજેતરમાં TAT-TET ઉમેદવારોના વિરોધ બાદ હવે ગુજરાત સરકાર સફાળે જાગી છે.

રાજ્યમાં શિક્ષણ વિભાગ અન્ય માધ્યમની ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી અપાઈ છે. જેમાં મરાઠી, ઉર્દુ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરાશે. શિક્ષણ વિભાગ અન્ય માધ્યમની ભરતી કરશે. કુલ ૧૮૫૨ જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજુરી અપાઈ છે. શિક્ષણ વિભાગે અન્ય માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી મંગાવી છે. Tet અને ctet પાસ થયેલ વિધાર્થીઓની ભરતી થશે. સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલ સરકારી તેમજ ટ્રસ્ટ અને મંડળ સંચાલિત પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં શાળા સંગાથી યોજના હેઠળ શિક્ષક તરીકે ટ્રસ્ટ દ્વારા માનદ વેતનના ધોરણે નિમણૂક આપવા તેમજ ભરતી માટે પસદંગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્રારા બેઠક યોજવામાં આવી હતી જેમાં પ્રાથમિત શાળામાં ભરતીને ટૂંક સમયમાં નવુ નોટીફિકેશન થઈ શકે છે પ્રસિદ્ધ.જાહેર થયેલી ભરતીમાં TET-1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો લેવાશે.તથા TET-2 માં 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે.2023 પહેલા TET-1 અને TET-2 પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે વર્ષ-2023 પહેલાના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં,સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે TAT-માધ્યમિક અને TAT-ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારો માટે વર્ષ 2023માં લેવાયેલ દ્વિ-સ્તરીય શિક્ષક અભિરૂચી કસોટીના પરિણામને જ ધ્યાને લેવામાં આવશે.

ટેટ 1 અને 2 માં સરકારે ભરતી અંગે આયોજન કર્યું છે. તેમજ આવતા સમયમાં આયોજન ભરતી નિયમો પૂરા થતાની સાથેએ શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે. ટેટ-ટાટ ઉમેદવારો હવે બળાપો કાઢી રહ્યાં છે. વિધાનસભામાં સરકારે કબુલ્યું હતું કે, રાજ્યની શાળાઓમાં 80 હજારથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. તો પછી શા માટે તે ભરતી નથી કરાતી? ભુતકાળમાં જયારે પણ રજૂઆતો કરાઈ ત્યારે સરકારે કાયમી ભરતી થશે એવુ આશ્વાસન આપ્યુ હતુ.