રિપોર્ટ@ગુજરાત: ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે રાજ્ય સરકારનું આકરું વલણ, વલસાડના કલેક્ટરને કર્યા સસ્પેન્ડ

 
gandinagar
સુરતના કલેક્ટરની બદલી કરાઈ હતી અને તે બદલી વલસાડ કરાઈ હતી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દાદાએ ભ્રષ્ટાચારીઓ સામે બરોબરની લાલ આંખ કરી છે. જમીન કૌભાંડ કરનારા વલસાડના કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભુપેન્દ્ર પટેલ સરકારે ભ્રષ્ટાચારીઓને સંદેશ આપ્યો છે કે તેઓ કોઈપણ સંજોગોમાં ભ્રષ્ટાચાર નહીં ચલાવી લે. સરકારે આ કાર્યવાહીના પગલે ભ્રષ્ટાચારીઓને આકરો સંદેશ આપ્યો છે. તેમણે સંદેશ આપ્યો છે કે તેઓ કોઈપણ સંજોગોમાં ભ્રષ્ટાચાર નહીં ચલાવી લે. ઉલ્લેખનીય છે કે વલસાડના કલેક્ટરનું નામ સુરતની ડુમસ જમીન કૌભાંડમાં ગાજ્યું છે.

તેઓએ સરકારી જમીન બારોબાર બિલ્ડરોને વેચી નાખવાનો કારસો રચ્યો હતો. આ માટે પાછલી અસરથી નામ દાખલ કરવા સહિત વિવિધ ગેરકાયદેસરના કામો કર્યા હતા. તેના લીધે સ્થાનિક સ્તરે લોકોને જાણ થતાં તેઓએ મોટાપાયા પર ઉહાપોહ મચાવ્યો હતો. આ ઉહાપોહના પગલે સરકાર ચોંકી હતી.સરકારે કેસની તપાસના દેશ આપ્યા હતા. તેમા કૌભાંડ થયું હોવાનું જાણવા મળ્યું હતું. સરકારી જમીન બારોબાર બિલ્ડરોને પધરાવી લેવાનો કારસો રચાયો હોવાનું જાણમાં આવ્યું હતું. આના પગલે પહેલા તો સુરતના કલેક્ટરની બદલી કરાઈ હતી અને તે બદલી વલસાડ કરાઈ હતી.

તપાસ દરમિયાન કૌભાંડમાં તેમના મૂળ ઊંડા હોવાનું બહાર આવતા હવે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે દાદાએ સંદેશો આપ્યો છે કે સરકાર ભ્રષ્ટાચાર કરનારા કોઈપણ મોટા અધિકારીને નહીં છોડે. સુરતમાં ડુમ્મસ ખાતે 2,000 કરોડ રૂપિયાની 2,17,216 ચોરસ મીટર સરકારી જમીન બારોબાર બિલ્ડરોને પધરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

આ કિસ્સામાં 30 જાન્યુઆરીના રોજ બદલી થતી હોઈ અને 29મી જાન્યુઆરીના રોજ આઇએએસ આયુષ ઓકે ફાઇલને જે રીતે મંજૂરી આપી તેને લઈને મહેસૂલીતંત્રમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. મુખ્ય સચિવ રાજકુમારે મહેસૂલ તપાસણી કમિશ્નર આરઆઇસીની ટીમ ઉપરાંત સમગ્ર ઘટનાક્રમમાં ઊંડાણપૂર્વક તપાસ થાય તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આ રીતે સરકારી જમીન ગણોતિયાને પધરાવવાના આયુષ ઓકના નિર્ણય પાછળ ભાજપનું કોઈ મોટું રાજકીય માથું હોવાની સુરતના મહેસૂલી વર્તુળોમાં ચર્ચા છે.