રિપોર્ટ@ગુજરાત: વિધાનસભાનાં ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ, કયા મુદ્દાઓ પર થશે ચર્ચા? જાણો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વિધાનસભાનાં ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. સભાની શરૂઆત ટૂંકી મુદ્તના પ્રશ્રાત્તરી કાળથી થશે અને રાજ્યમાં પકડાતા ડ્રગ્સ અંગે ચર્ચા થશે. વિવિધ સમિતિઓનાં અહેલાવ પણ રજૂ થશે. રાજ્યનાં ભ્રષ્ટ્ર અધિકારીઓની સંપત્તિ જપ્ત કરવાનાં બિલ અંગે પણ ગૃહમાં ચર્ચા થશે. ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક બિલ રજૂ થશે.
ગાંધીનગર વિધાનસભામાં આજે ટૂંકી મુદ્દતનાં પ્રશ્રોતરી કાળથી બેઠકની શરૂઆત થશે. આજે ગૃહમાં અગત્યની બાબતો પર ચર્ચા થનાર છે. જેમાં રાજ્યમં પકડાયેલ ડ્રગ્સ બાબતે ગૃહરાજ્ય મંત્રી જવાબ રજૂ કરશે. તેમજ જાહેર અગત્યની બાબતો પર આરોગ્ય મંત્રી, કૃષિ મંત્રી ગૃહમાં જવાબ રજૂ કરશે. વિવિધ સમિતિઓનાં અહેવાલો રજૂ કરવામાં આવશે.પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિગતવાર જવાબ આપ્યો હતો.
આ બાબતે શિક્ષણ મંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, બનાસકાંઠાનાં 12 શિક્ષકો, પાટણનાં 7 શિક્ષકો તેમજ વિદેશ વસતા શિક્ષકોને એકપણ પગાર ચૂકવાયો નથી. બનાસકાંઠાનાં 6 શિક્ષકો બરતરફ તેમજ 2 શિક્ષકોનાં રાજીનામાં લેવાયા છે. પાટણનાં રજા લઈને વિદેશ ગયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરાઈ નથી. કાયદા નિષ્ણાંતનો અભિપ્રાય લઈને આગળ કાર્યવાહી થશે.ધારાસભ્ય શૈલેષ પરમારનાં સવાલમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જવાબ આપ્યો હતો કે, હાલ માત્ર 60 શિક્ષકો વિદેશ છે. દર વર્ષે વધઘટનાં કેમ્પમાં ધ્યાન આવે છે. ઓનલાઈન હાજરીનાં રીપોર્ટનાં આધારે વિગતો લેવાઈ છે. તેમજ જીલ્લા શિક્ષણાધિકરીને કાર્યવાહી કરવા મોકલાયા છે.