રિપોર્ટ@ગુજરાત: PM મોદીના પ્રવાસનો આજે અંતિમ દિવસ, નવસારીમાં લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપશે

 
Modi

કુલ 1 લાખ 50 હજારથી વધુ મહિલાઓ ઉપસ્થિત રહેશે

​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. તેઓ આજે નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી કાર્યક્રમમાં હાજરી આપશે. આજે મહિલા દિવસે તેઓ 41 હજાર લખપતિ દીદી સહિત દોઢ લાખ મહિલાઓનું સન્માન કરશે. સવારે 10:45 વાગ્યે સુરત એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે નવસારી આવવા રવાના થશે. 11:00 વાગ્યે વાસી બોરસી હેલિપેડ પર PM મોદી લેન્ડ થશે. હેલિપેડ પર બનાવેલા ડોમમાં 8 લખપતિ દીદી સાથે તેઓ અડધો કલાક સંવાદ કરશે. જે બાદ હેલિપેડથી ડોમ સુધી 700 મીટરનો રોડ શો તેઓ કરશે. ડોમના દરેક ગેટ પર PM મોદીનું અલગ અંદાજમાં સ્વાગત કરવામાં આવશે.

તેમના કાફલાની આગળ 300 બહેનો આગળ ચાલશે. જેમાં 150 વકીલ, ડોક્ટર સહિતના વ્યવસાયિક વેશમાં મહિલાઓ આગળ ચાલશે..આ ઉપરાંત 800 કળશ સાથે મહિલાઓ કાફલાની આગળ ચાલશે.આજે નવસારીમાં વાસી બોરસી ખાતે યોજાનાર 'લખપતિ દીદી' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આજે એટલે કે 8મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસના રોજ યોજનારા આ કાર્યક્રમમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની કુલ 1 લાખ 50 હજારથી વધુ મહિલાઓ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 41 હજાર લખપતિ દીદી સહિત દોઢ લાખ મહિલાઓનું સન્માન કરશે.

આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન અને બંદોબસ્તની તમામ વ્યવસ્થા મહિલાઓના શિરે રહેશે. જેથી આ કાર્યક્રમ દક્ષિણ ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ છે સંપૂર્ણ કાર્યક્રમ સવારે 10:45 સુરત એરપોર્ટ થી હેલિકોપ્ટર મારફત નવસારી આવવા રવાના11:00 વાસી બોરસી હેલિપેડ પર લેન્ડ થશેહેલિપેડ પર બનાવેલા ડોમમાં 8 લખપતિ દીદી સાથે સંવાદ 30 મિનિટહેલિપેડથી ડોમ સુધી 700 મીટર રોડ શોડોમમાં નરેન્દ્ર મોદી ઝીકઝેક રીતે ફરશે, કાફલા આગળ 300 બહેનો આગળ ચાલશે 150 ગરબા કરશે, 150 વકીલ, ડોક્ટર, સહિતના વ્યવસાયિક વેશમાં આગળ ચાલશે400 મોદીના ફોટા વાળી લાઇટ અને કટ આઉટ લઈને ઉભી રહશે.