રીપોર્ટ@ગુજરાત: રાજ્યમાં નવા 54 સાથે કુલ કોરોના પોઝિટીવની સંખ્યા 432

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં કોરોનાનો આતંક વધી રહ્યો છે, ત્યારે છેલ્લી પ્રેસ બાદ રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 54 નો વધારો થયો છે. જોકે, 1 દર્દી સાજા થઈને ઘરે પરત ફરી ગયા છે. તે સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 432 થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં 31, વડોદરામાં 18, આણંદમાં 3, સુરત 1 અને ભાવનગરમાં 1
 
રીપોર્ટ@ગુજરાત: રાજ્યમાં નવા 54 સાથે કુલ કોરોના પોઝિટીવની સંખ્યા 432

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં કોરોનાનો આતંક વધી રહ્યો છે, ત્યારે છેલ્લી પ્રેસ બાદ રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 54 નો વધારો થયો છે. જોકે, 1 દર્દી સાજા થઈને ઘરે પરત ફરી ગયા છે. તે સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 432 થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં 31, વડોદરામાં 18, આણંદમાં 3, સુરત 1 અને ભાવનગરમાં 1 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે તો, 33 લોકો સાજા થયા છે. આજે આણંદ જિલ્લાના ખંભાતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં આરોગ્ય વિભાગ દ્વારા 1,593 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 1, 187 કેસ નેગેટિવ આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના આ શહેરમાં કેટલાં કેસ?

શહેર કેસ
અમદાવાદ 228
વડોદરા 77
સુરત 28
રાજકોટ 18
ગાંધીનગર 14
કચ્છ 04
ભાવનગર 23
ગીર-સોમનાથ 02
મહેસાણા 02
પંચમહાલ 01
પાટણ 14
છોટાઉદેપુર 02
પોરબંદર 03
મોરબી 01
જામનગર 01
સાબરકાંઠા 01
આણંદ 05
દાહોદ 01
ભરૂચ 07

 

દેશમાં 18 દિવસથી લોકડાઉન હોવા છતા કોરોના વાયરસનો કહેર અટકી રહ્યો નથી. બે દિવસથી ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ કુદકે-ભૂસકે વધી રહ્યા છે. જેથી સમગ્ર દેશમાં ગુજરાત પોઝિટિવ કેસની સંખ્ય વધવામાં બીજા નંબર પર આવી ગયુ છે. જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાન કુલ 129 કેસ નોંધાયા છે. જોકે, આ બધા જ કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી નોંધાયા છે.

ગુજરાતમાં ગઈકાલે નવા 70 કેસો સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાનો કહેર અટકી રહ્યો નથી. સરકાર હાલમાં હોટસ્પોટમાં સેમ્પલ લઈ રહી હોવાથી કેસોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. જયંતી રવિએ સ્પષ્ટ કર્યું છે કે, હજુ પણ રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં મસમોટો વધારો થશે. 540 જેટલા ટેસ્ટ આજે અમદાવાદમાં કર્યા છે. તમામ કેસો હોટસ્પોટ વિસ્તારના છે. અમદાવાદમાં કોરોના પોઝિટીવની સંખ્યા 228 પર પહોંચી ગઈ છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવની સંખ્યા 432 થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં નવા 31 કેસ નોંધાયા છે.