રિપોર્ટ@ગુજરાત: વડોદરામાં સ્માર્ટ મીટરનો અનોખી રીતે વિરોધ, બેસણું યોજી તંત્ર માટે મુશ્કેલી ઊભી કરી

 
વિરોધ
સ્માર્ટ વીજ મીટર સામેનો રોષ દિન પ્રતિદિન વધી રહ્યો છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર લગાવતા બિલ ત્રણ ગણું આવતું હોવાની આશંકાના આક્રોશ સાથે શરૂ થયેલા વિરોધનો વંટોળ ઘટવાના બદલે દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે સુભાનપુરા વીજ નિગમ કચેરી સામે આજે સવારે આપના આગેવાન વિરેન રામીની આગેવાનીમાં તંત્ર સામે સ્માર્ટ મીટરનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. જોમાં સ્માર્ટ મીટર પરત લગાવવાની માંગ સાથે સફેદ કપડાં પહેરીને  મોટી સંખ્યામાં લોકોએ બેસણું યોજીને વિરોધ કર્યો હતો.

સ્માર્ટ મીટરમાં ત્રણ ગણું વીજ બીલ આવતું હોવાથી ગ્રાહકો ભડક્યા છે અને ઠેર ઠેરથી સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે. જેમાં ઉશ્કેરાયેલા વીજ મીટર ધારકો દ્વારા સ્થાનિક વીજ કચેરીને તાળાબંધી કરવાના પણ કાર્યક્રમ યોજાયા હતા. આજે ગોરવા સુભાનપુરા જલારામ મંદિર પાસે આવેલી વીજ નિગમ કચેરીએ  સ્માર્ટ મીટરના બેસણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રોષે ભરાયેલા ગ્રાહકોએ સફેદ કપડાં પહેરીનેમાં પરિધાન થઈને મોટી સંખ્યામાં એકત્ર થઈને વીજ તંત્ર સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો.

સ્માર્ટ વીજ મીટર સામેનો રોષ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સ્માર્ટ વીજ મીટર લગાવવા તંત્રના કર્મીઓ દ્વારા સ્થાનિકો પાસેથી જૂનું રનિંગ બિલ માંગવામાં આવે છે આ અંગે વિરોધ કરનારાઓમાં ભારે દંડ રૂ.10 હજાર સુધી અને ધરપકડ સહિતનો ડર છે. પરિણામે ગ્રાહક પોતાનું રનિંગ વીજબિલ આપી દેતો હોય છે. જેથી સ્માર્ટ મીટર લગાવવું તંત્ર દ્વારા ખૂબ આસાન બને છે. સ્માર્ટ મીટર શહેરના કોટા ગોરવા સુભાનપુરા ફતેગંજ સહિતના વિવિધ વિસ્તારમાં લગાડી દેવાયા છે.