રિપોર્ટ@ગુજરાત: દ્વારકામાં દેશભક્તિનો અનોખો નજારો, જગતમંદિરના શિખર પર રાષ્ટ્રધ્વજ લહેરાયો

 
દ્વારકા
આધ્યાત્મિકતા અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ સર્જાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેવભૂમિ દ્વારકામાં આજે દેશભક્તિનો અનોખો નજારો જોવા મળ્યો હતો. પ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાતો નજરે પડતાં સમગ્ર મંદિર પરિસરમાં આધ્યાત્મિકતા અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ સર્જાયો છે. જગતમંદિરના શિખર પર લહેરાતા તિરંગા સાથે ભગવાન દ્વારકાધીશની પાવન નગરીમાં દેશપ્રેમનો માહોલ છવાઈ ગયો હતો.

રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોથી શોભતા મંદિરના શિખરને નિહાળી દર્શનાર્થે આવેલા ભક્તો અને સ્થાનિકોમાં ગૌરવ તેમજ દેશપ્રેમની વિશેષ લાગણી જોવા મળી હતી.ભગવાન દ્વારકાધીશના ધામમાંથી આ પાવન પ્રસંગે દેશવાસીઓને એક સુંદર સંદેશ પાઠવવામાં આવ્યો છે કે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માત્ર સરકારી કે સત્તાવાર કાર્યક્રમો પૂરતી સીમિત ન રહેતાં, દરેક નાગરિકના હૃદયમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત થવી જોઈએ.