રીપોર્ટ@ગુજરાત: AAPના અગ્રણી નેતા ચેતન રાવલે પાર્ટીમાંથી રાજીનામુ આપી દેતાં ખળભળાટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
AAPના અગ્રણી નેતા ચેતન રાવલે પાર્ટીમાંથી રાજીનામુ આપી દેતાં ખળભળાટ મચ્યો છે. તેમના રાજીનામાના કારણોની અનેક ચર્ચા રાજકારણમાં થઇ રહી છે. તેમણે પક્ષ પ્રમુખને ઉદ્દેશીને લખેલા પત્રમાં માત્ર એક જ લિટી લખી છે કે હું અંગત કારણોસર આમ આદમી પાર્ટીમાંથી તાત્કાલિક અસરથી રાજીનામુ આપું છું. અમદાવાદમાં અગ્રણી નેતા ચેતન રાવલે AAPમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા હતા. તેઓ કોંગ્રેસ છોડી AAP જોડાયા હતા. તેઓ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુક્યા હતા. અગાઉ લગભગ ત્રણ વર્ષ પહેલા ચેતન રાવલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તે વખતે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યા હતા અને હવે તેમણે જ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.
તેમના પિતા પ્રબોધ રાવલ પણ કોંગ્રેસના અગ્રણી નેતા હતા અને તેમણે આખી જીંદગી કોંગ્રેસમાં જ વીતાવી હતી. પ્રબોધ રાવલ તો રાજ્યના એક સમયે ગૃહ મંત્રી પણ રહ્યા હતા. પિતાના પગલે ચેતન રાવલ પણ કોંગ્રેસમાં સક્રિય થયા હતા. તેઓ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ પદે પણ રહી ચુક્યા હતા પણ સતત તેમની ઉપેક્ષા થવાનો આરોપ લગાવીને તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. તેએ લાંબો સમય નારાજ રહ્યા બાદ કોંગ્રેસ છોડી હતી. કોંગ્રેસ છોડ્યા બાદ ચેતન રાવલે આમ આદમી પાર્ટીનો રસ્તો પકડ્યો હતો પણ આખરે ત્રણ વર્ષ પછી તેમણે આમ આદમી પાર્ટી પણ છોડી દીધી છે. આમ આદમી પાર્ટીમાંથી હાલ તો તેમણે અંગત કારણોસર રાજીનામુ આપ્યું હોવાનું કહેવાય છે પણ અંગત કારણ શું છે તે કોઇને ખબર નથી.