રીપોર્ટ@ગુજરાત: વિસાવદર અને કડી પેટાચૂંટણી માટે આજે મતદાન, સવારથી જ મતદાન કેન્દ્રો પર લાંબી લાઇનો

 
ચૂંટણી
ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ચૂંટણી જંગ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે સવારથી જ મતદાન શરૂ થઇ ગયુ છે. વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ, કૉંગ્રેસના નીતિન રાણપરિયા અને AAPના ગોપાલ ઇટાલિયા વચ્ચે ટક્કર જોવા મળી રહી છે.આજે સવારથી જ મતદારોમાં અહીં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, વિસાવદર પેટા ચૂંટણી માટે 297 મતદાન મથકો પર બે લાખ, 61 હજાર મતદારો મતદાન કરશે.

મતદાન મથકો પર મતદાન માટેની મશીનરી અને પોલિંગ સ્ટાફ પહોંચી ચૂક્યો છે. આજે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થઇ ચૂક્યુ છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વિસાવદરમાં 800થી વધુ પોલીસકર્મીઓ, SRPની 3 ટીમ અને CRPFના જવાનોને તૈનાત કરાયા છે. વિસાવદરમાં 2 લાખ, 60 હજાર મતદારો છે. જેમાં 1 લાખ, 30 હજાર લેઉવા પટેલ મતદારો છે. વિસાવદર બેઠક માટે 297 મતદાન કેન્દ્ર પરથી મતદાન ચાલી રહ્યું છે. વિસાવદર પેટાચૂંટણીને લઈ 2 લાખ 60 હજાર મતદાતાઓ મત્તાધિકારનો ઉપયોગ કરશે. ભેંસાણ તાલુકાના મતદાન કેન્દ્રો પર મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિસાવદરમાં વહેલી સવારથી લાઈનો લાગી છે. વિસાવદરમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ચૂંટણી જંગ છે. વિસાવદર કરતા વધુ ભેંસાણમાં મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મળી કુલ આઠ ઉમેદવાર મેદાનમાં છે. એક હજાર 620 કર્મચારીઓ ચૂંટણીમાં ફરજ બજાવશે.વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં બે કલાકમાં અંદાજિત ત્રણ ટકાથી વધુ મતદાન થયું હતું. બંને બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને AAPના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. વિસાવદર પેટાચૂંટણીને લઈ મતદારોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.