રીપોર્ટ@ગુજરાત: ટ્રાફિક નિયમો તોડનારા ચેતજો, આ જિલ્લામાં 40થી વધુ લાયસન્સ સસ્પેન્ડ

 
ટ્રાફિક
ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓના વાલીને પણ એક અપીલ કરવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહેસાણા આરટીઓ દ્વારા હેલ્મેટ ન પહેર્યું હોય તેવા 40થી વધુ લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આરટીઓ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકો જે બેદરકારી પૂર્વક ચલાવવા અને ત્રણથી વધુ વખત હેલ્મેટ વગર પકડાયા બાદ હાલમાં તેમના લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં 46 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે.આ વાહન ચાલકો ને ગફલત ભરી રીતે વાહન ચલાવવું અને ત્રણથી વધુ વખત હેલ્મેટ વગર ચલાવવા બદલ હાલમાં તો તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા પણ વાહન ચાલકોમાં અવેરનેસ મામલે વિવિધ કેમ્પેઇન એનજીઓ સાથે રાખીને કરવામાં આવે છે.

ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓના વાલીને પણ એક અપીલ કરવામાં આવી. વિદ્યાર્થીઓને વાહન આપતા પહેલા તેમનું લાયસન્સ નીકાળવું લાયસન્સ વગર વાહન ન આપવું અને હેલ્મેટ વગર વિદ્યાર્થીઓ વાહન ન ચલાવે તેનું જો વાલીઓ ધ્યાન રાખશે તો અકસ્માત જેવી ગંભીર ઘટનાઓમાં કોઈને જાનમાલનું નુકસાન ન થાય પોલીસથી બચવા હેલ્મેટ પહેરવાનું નથી પણ પોતાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું જોઈએ તેમ જણાવ્યું હતું.