રિપોર્ટ@ગુજરાત: અતિભારે વરસાદના પગલે વેધર વોચ કમિટીની બેઠક, તંત્રને એલર્ટ રહેવા સૂચના

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસ હજુ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેધર વોચ કમિટીની બેઠક રાહત કમિશ્નરની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં એનડીઆરએફ, સેનાની ત્રણે પાંખો, કોસ્ટ ગાર્ડ સહિતની એજન્સીના અધિકારીઓ ઉપસ્થિત રહી હતી. હવામાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિની સમિક્ષા કરવામાં આવી હતી.
આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 2 દિવસ વરસાદની આગાહી છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ચોમાસુ જામ્યુ છે.જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારો માં પાણી ભરાતા ગામો સંપર્ક વિહોણા થયા છે. 20 જેટલા ગામોમાં પાણીને લઈ રસ્તાઓ બંધ થયા છે. આર એન્ડ બી વિભાગના અધિકારીઓ રસ્તાઓને પૂર્વવત કરવા કામગીરી કરી રહ્યા છે. જિલ્લા તંત્ર દ્વારા મળેલ માહિતી મુજબ પાણીનો નિકાલ શરૂ થઈ ગયો છે.
જિલ્લા તંત્ર ને એલર્ટ રહવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 217 તાલુકાઓમાં મેઘરારાજની ધમાકેદાર બેટિંગ કરી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વંથલીમાં સાડા 14 ઈંચ વરસાદ નોંધાયો હતો. વિસાવદરમાં સવા 13 ઈંચ, જુનાગઢમાં 12 ઈંચ વરસાદ, કેશોદમાં 10, બારડોલીમાં સાચા 9 ઈંચ, ખંભાળિયામાં સવા 9, માણાવદરમાં 9, ખંભાળિયામાં સાડા 8 ઈંચ, ધોરાજી અને મહુવામાં સવા 7 ઈંચ વરસાદ વરસ્યો હતો.