રીપોર્ટ@ગુજરાત: પ્રદેશ કોંગ્રેસના નાથ કોણ ? આ દિગ્ગજ નેતા દિલ્હી પહોંચતાં તર્ક-વિતર્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. જે બાદથી ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના નામ માટે ચર્ચાઓ વહેતી થઈ છે. ચર્ચાઓની સાથે કેટલાક નામ પણ સામે આવી રહ્યા છે.
 
રીપોર્ટ@ગુજરાત: પ્રદેશ કોંગ્રેસના નાથ કોણ ? આ દિગ્ગજ નેતા દિલ્હી પહોંચતાં તર્ક-વિતર્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. જે બાદથી ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના નામ માટે ચર્ચાઓ વહેતી થઈ છે. ચર્ચાઓની સાથે કેટલાક નામ પણ સામે આવી રહ્યા છે. આ તમામ ગતિવિધિઓની વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિલ્હી પહોંચતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા હોદ્દેદારો માટે મથામણ ચાલુ છે. આ વચ્ચે ભરતસિંહ દિલ્લી ખાતે પહોંચ્યા છે. જેને લઈ કોંગ્રેસમાં હલચલ પણ વધી ગઈ છે. પ્રદેશ પ્રમુખની રેસમાં ભરતસિંહ સોલંકીનું પણ નામ મોખરે છે. તો દિલ્હીમાં ભરતસિંહની હાજરીનું કારણ હાઈકમાન્ડે ચર્ચા કરવા બોલાવ્યાં હોવાની સૂત્રોનો દાવો છે. આ તરફ હાલ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રાજીવ સાતવ છે પરંતુ પ્રભારી રાજીવ સાતવની કામગીરી સામે સવાલો ઉભા થતાં હાઇકમાન્ડ એક્શન મોડમાં આવ્યું છે અને અશોક ગેહલોતને જવાબદારી સોંપવામાં આવે તે મુદ્દે મંથન કરવામાં આવી રહ્યું છે.