રીપોર્ટ@ગુજરાત: શું BJPમાં ગયેલા કોંગી નેતાઓની ટીકીટ કપાશે ? જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગુજરાતની આઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની જાહેરાત સાથે જ ભાજપમાં ઉમેદવારોના નામને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. આઠ વિધાનસભા બેઠકો માટે આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી, વિધાનસભા ચૂંટણી ઇન્ચાર્જ સાથે બેઠક મળવા જઈ રહી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ગુજરાત
 
રીપોર્ટ@ગુજરાત: શું BJPમાં ગયેલા કોંગી નેતાઓની ટીકીટ કપાશે ? જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગુજરાતની આઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની જાહેરાત સાથે જ ભાજપમાં ઉમેદવારોના નામને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. આઠ વિધાનસભા બેઠકો માટે આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી, વિધાનસભા ચૂંટણી ઇન્ચાર્જ સાથે બેઠક મળવા જઈ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત વિધાનસભાની આઠ પેટાચૂંટણીનોને લઇ સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે અત્યંત ચોંકાવનારી છે. જેમાં પેટાચૂંટણી પહેલા પ્રદેશ ભાજપે જે સર્વે કરાવ્યો છે તેમાં આઠમાંથી ચાર બેઠક વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે ગુમાવવાનો વારો આવે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. લીંબડી, મોરબી, કરજણ, ધારીમાં ભાજપને હારનો સામનો કરવો પડે તે પ્રકારની ચોંકાવનારી માહિતી સર્વેમાં સામે આવી છે. ખાસ કરીને એન્ટી ઇન્કમ્બન્સી સહિત સ્થાનિક મુદ્દા ભાજપને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યાની વિગતો સામે આવતા જ આજે તાબડતોબ પેટા ચૂંટણીની જવાબદારી સંભાળતા તમામ લોકોની બેઠક બોલવામાં આવી છે.

રીપોર્ટ@ગુજરાત: શું BJPમાં ગયેલા કોંગી નેતાઓની ટીકીટ કપાશે ? જાણો એક જ ક્લિકે
File Photo

સમગ્ર મામલે પાર્ટી સૂત્રોનું કહેવું છે કે, તમામ બેઠકો પર 15 દિવસ બાદ ફરી સર્વે કરવા આવશે. સિનિયર નેતાઓ પણ આ ચાર બેઠક પર આગામી સપ્તાહમાં મુલાકાત લઈને કાર્યકરોનું મન જાણવાનો પ્રયાસ કરશે. પાર્ટી સૂત્રો તો એમ પણ કહી રહ્યા છે કે કૉંગ્રેસ છોડી ભાજપમાં સામેલ પાંચ પૂર્વે ધારાસભ્યોને વિધાનસભાની ટિકિટ આપવાનું કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ હાલની સ્થિતિને જોતાં હવે તેમાં પરિવર્તન આવે તો નવાઈ નહીં. પાર્ટીએ પાર્લામેન્ટ્રી બોર્ડમાં દરેક બેઠક પર ત્રણ-ત્રણ ઉમેદવારની પેનલ બનાવી પાર્ટી હાઇકમાન્ડને મોકલશે. એટલે કે જે આઠ બેઠકોમાંથી પાંચ બેઠકો પર ઉમેદવારના નામ નિશ્ચિત માનવામાં આવે છે, તેમા પણ હવે બદલાવ આવી શકે છે.

ભાજપ દ્વારા બે તબક્કાઓમાં નામોની જાહેરાત થાય તેવી શક્યતા છે. ભાજપ ઓક્ટોબરના બીજા સપ્તાહના અંત સુધીમાં પ્રથમ તબક્કાના નામ જાહેર કરી દેશે. બાકીના નામો 12 ઓક્ટોબર બાદ જાહેર કરે તેવી શકયતા છે. હાલ સંભવિત નામની વાત કરવામાં આવે તો કરજણ બેઠક પર અક્ષય પટેલ, અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારી બેઠક પર જે. વી. કાકડીયા, મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા, કપરાડા બેઠક પર જીતુ ચૌધરી ટિકિટના મુખ્ય દાવેદાર છે. જ્યારે ડાંગ બેઠક પર સંભવિત ઉમેદવાર તરીકે મંગળ ગાવિત, વિજય પટેલ, બાબુરાવ ચોર્યા, લીંબડી બેઠક પર સંભવિત ઉમેદવાર તરીકે કિરીટસિંહ રાણાનું નામ સામે આવે છે. આ બેઠક પર કોળી સમાજનું ખૂબ પ્રભુત્વ હોવાને કારણે તેમ જ પરસોત્તમ સોલંકીએ જે રીતે સરકાર સામે બાંયો ચડાવી છે તે રીતે કોઈ કોળી નેતાને ડાર્ક હોર્સ તરીકે પાર્ટી ઉતારી શકે છે. ગઢડા બેઠક પર આત્મારામ પરમાર દાવેદારી કરી રહ્યા છે.