રીપોર્ટ@ગુજરાત: રાજ્યમાં 14 દિવસનું લોકડાઉન લદાશે ? જાણો કોણે હાઇકોર્ટમાં કરી રજૂઆત ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં સતત વધતાં જતાં કોરોનાના કેસોની લઇ ફરી રાજ્યમાં લોકડાઉન નાંખવામાં આવે તેવી અટકળો વહેતી થઈ છે. જોકે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ અંગે ઘણી વખત સ્પષ્ટતા કરી ચુક્યા છે. આ દરમ્યાન કોરોના સંક્રમણની વકરેલી સ્થિતિ મુદ્દે હાઇકોર્ટમાંસુનાવણી શરૂ થઈ ગઈ છે. જેમાં રાજ્યમાં લોકડાઉન આવશે કે નહીં તેનો નિર્ણય
 
રીપોર્ટ@ગુજરાત: રાજ્યમાં 14 દિવસનું લોકડાઉન લદાશે ? જાણો કોણે હાઇકોર્ટમાં કરી રજૂઆત ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં સતત વધતાં જતાં કોરોનાના કેસોની લઇ ફરી રાજ્યમાં લોકડાઉન નાંખવામાં આવે તેવી અટકળો વહેતી થઈ છે. જોકે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ અંગે ઘણી વખત સ્પષ્ટતા કરી ચુક્યા છે. આ દરમ્યાન કોરોના સંક્રમણની વકરેલી સ્થિતિ મુદ્દે હાઇકોર્ટમાંસુનાવણી શરૂ થઈ ગઈ છે. જેમાં રાજ્યમાં લોકડાઉન આવશે કે નહીં તેનો નિર્ણય આવી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત મેડિકલ એસોસિયેશન દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ છે કે, 14 દિવસનું લોકડાઉન જરૂરી છે અને ગુજરાત સરકાર આ બાબતે વિચારે. મેડિકલ એસોસિયેશન દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ છે કે, રાજ્યમાં ટેસ્ટ વધારવાની જરૂરિયાત છે. આ સિવાય હોસ્પિટલોમાં બેડ અને દવાઓની પણ જરૂરિયાત છે તેથી તેને માટે સમય મળી જશે.

આ પહેલાં રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં ઓક્સિજન અને બેડ વધારવા એ હાલના સમયની જરૂરિયાત છે અને અમે હોસ્પિટલોમાં ઓક્સિજન તથા બેડ વધારી રહ્યા છીએ. રાજ્ય સરકારે કહ્યું કે, લોકડાઉન લાદવા વિશે ઘણાં સૂચનો આવ્યાં છે પણ લોકડાઉનથી ફાયદો થશે કે નહીં એ નક્કી નથી. રાજ્યમાં નાઈટ કરફ્યુ લગાવવાથી કોઈ ખાસ ફાયદો નહિ થયો હોવાનું સરકારે કહ્યું હતું.