રીપોર્ટ@ગુજરાત: આ પાટીદાર MLAના દિલ્હીમાં ધામા, કોંગ્રેસ વિપક્ષનેતાની જવાબદારી સોંપશે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક તાજેતરમાં ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસનો સફાયો થતાં વિધાનસભામાં વિપક્ષનેતા પદેથી ધાનાણીએ રાજીનામું આપી દીધું છે. ધાનાણીની જગાએ કોને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાશે તેની અટકળો વચ્ચે પાટીદાર નેતા અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અચાનક દિલ્હી ઉપડતાં ધાનણીને સ્થાને વસોયાને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાશે એવી અટકળો
 
રીપોર્ટ@ગુજરાત: આ પાટીદાર MLAના દિલ્હીમાં ધામા, કોંગ્રેસ વિપક્ષનેતાની જવાબદારી સોંપશે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

તાજેતરમાં ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર કોંગ્રેસનો સફાયો થતાં વિધાનસભામાં વિપક્ષનેતા પદેથી ધાનાણીએ રાજીનામું આપી દીધું છે. ધાનાણીની જગાએ કોને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાશે તેની અટકળો વચ્ચે પાટીદાર નેતા અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અચાનક દિલ્હી ઉપડતાં ધાનણીને સ્થાને વસોયાને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાશે એવી અટકળો શરૂ થઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોંગ્રેસના સૌરાષ્ટ્રના પાટીદાર નેતા અને ધારાસભ્ય લલીત વસોયાએ સોમવારથી દિલ્હીમાં ધામા નાંખ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને દિલ્હી બોલાવ્યા છે અને ધાનાણીની જગાએ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે લલિત વસોયાની નિમણૂકની જાહેરાત એક-બે દિવસમાં થશે એવું કોંગ્રેસનાં સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. પરેશ ધાનાણીની સાથે સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ રાજીનામું આપી દીધું છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ બંને નેતાઓના રાજીનામા પત્ર લઇને દિલ્હી ઉપડી ગયાં છે. પરેશ ધાનાણીના સ્થાને વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર, પૂંજા વંશ અને અશ્વિન કોટવાલનાં નામ ચર્ચામાં હતાં પણ પાટીદારો નારાજ ના થાય એટલે લલિત વસોયાને આ હોદ્દો મળી શકે છે.