રીપોર્ટ@ગુજરાત: કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો, કુલ પોઝિટીવ કેસ 165

અટલ સમાચાર,ડેસ્ક કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાતમાં પોઝિટીવ કેસોનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં અત્યાર સુધી કુલ 165 કેસ પોઝિટિવ નોંધાયા છે. ગુજરાતમાં કુલ 19 નવા કેસ નોંધાયા છે. આજે એકલા અમદાવાદમાં 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 77 કેસ થયા. અટલ
 
રીપોર્ટ@ગુજરાત: કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો, કુલ પોઝિટીવ કેસ 165

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાતમાં પોઝિટીવ કેસોનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં અત્યાર સુધી કુલ 165 કેસ પોઝિટિવ નોંધાયા છે. ગુજરાતમાં કુલ 19 નવા કેસ નોંધાયા છે. આજે એકલા અમદાવાદમાં 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 77 કેસ થયા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં કોરોના વાયરસના આજે અમદાવાદમાં 13, પાટણના 3 પોઝિટિવ કેસ, આણંદમાં 1 કેસ, ભાવનગરમાં 1 કેસ, સાબરકાંઠામાં 1 કેસ અને 23 લોકો સાજા થયા છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આ સાથે વારંવાર ગરમ પાણી પિવાનું સુચન કર્યુ હતુ. નોંધનિય છે કે, ગરમા પાણી પિવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

ક્યાં કેટલા કેસ

અમદાવાદ 77
સુરત 19
ભાવનગર 14
ગાંધીનગર 13
વડોદરા 12
રાજકોટ 10
પાટણ 5
પોરબંદર 3
ગીર સોમનાથ 2
કચ્છ 2
મહેસાણા 2
પંચમહાલ 1
છોટાઉદેપુર 1
જામનગર 1
મોરબી 1
સાબરકાંઠા 1
આણંદ 1