રીપોર્ટ@ગુજરાત: ઈસુદાન ગઢવીએ સરકાર પર કર્યા પ્રહાર, AAP પાર્ટીએ ટ્રેડ ડીલ હટાવો કિસાન બચાવોના સ્ટરો સાથે કર્યો વિરોધ

 
ઇશિદાન ગઢવી
AAP ખેડૂતો, ઉદ્યોગો અને પશુપાલકો માટે લડી લેવાના મૂડમાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના ખેડૂતો, નાના વેપારીઓ અને સામાન્ય લોકોની તકલીફો મુદ્દે AAP પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળવા રવાના થયા છે. પરંતુ AAP પ્રતિનિધિ મંડળને રાજ્યપાલે સમય ફાળવ્યો નહીં. હવે આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા જે રેલી કાઢવામાં આવી છે.તેમાં વિરોધ કરવામાં આવ્યો છે. ઈસુદાન ગઢવીએ આ મામલે માહિતી આપતા કહ્યું કે, રાજ્યપાલ શા માટે એક રાષ્ટ્રીય પાર્ટીના પ્રતિનિધિમંડળને મળવાનો સમય નથી આપતા? અગાઉ પણ અનેકવાર રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો પરંતુ તેમણે સમય આપ્યો નહીં. પ્રજાને લગતા અનેક ગંભીર મુદ્દાઓ પર રાજ્યપાલને રજૂઆત કરવા માંગીએ છીએ પરંતુ રાજ્યપાલ સમય આપતા નથી.

તેઓએ કહ્યું કે આજે અમે ચાલીને રાજ્યપાલના ગેટ પાસે જઈશું, રાજ્યપાલ એમના પ્રતિનિધિને પણ આવેદનપત્ર સ્વીકારવા મોકલી શકે છે. AAP ખેડૂતો, ગરીબો, વંચિતો, નાના ઉદ્યોગો અને પશુપાલકો માટે લડી લેવાના મૂડમાં છે.વધુમાં તેમણે કહ્યું કે, માત્ર કેન્દ્ર સરકારના ઇશારે રાજ્યપાલને કામ કરવાનું નથી હોતું. ખેડૂતો, પશુપાલકો બરબાદ થઈ જાય એવા સોદા કરવા માટે PM મોદીને પ્રધાનમંત્રી બનાવ્યા નથી. અમેરિકા-ભારતની ટ્રેડ ડીલના કારણે ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગો બરબાદ થઈ જશે. PM મોદીએ ખેડૂતો વિરોધી નિર્ણય લીધો. અમેરિકાની પેદાશો 0 ડ્યુટી સાથે ભારતમાં આવશે તો ભારતના ખેડૂતો બરબાદ થશે. પશુપાલકોને પુરતા ભાવ નથી મળતા, નકલી દૂધ વેચાઈ રહ્યું છે, ત્યારબાદ હવે અમેરિકાના પશુપાલકોના ઉત્પાદકો ભારતમાં આવશે, જેના કારણે પશુપાલકોને પણ મોટાપાયે નુકસાન થશે.સરકાર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, અમેરિકાની ગાયોને નોનવેજમાં ખોરાક આપવામાં આવે છે અને એ દૂધની પ્રોડક્ટ ભારતમાં આવશે. જે લોકો સાત્વિક છે અને નોનવેજ નથી ખાતા, શું એ લોકોને પણ હવે ભાજપ નોનવેજવાળું દૂધ પીવડાવશે? શું એપસ્ટીન ફાઈલ કે અદાણીના કેસના કારણે દબાઈને આ ટ્રેડ ડીલ કરવામાં આવી? જો અત્યારે ગુજરાતમાં AAPની સરકાર હોત તો હાલના ભાવ કરતાં ₹15 પ્રતિ લીટર વધારે પશુપાલકોને મળી જાત.

ભાજપ જેટલો સમય સત્તામાં રહેશે એટલા આપણા ખેડૂતો, પશુપાલકો અને નાના ઉદ્યોગો પતન તરફ જશે. સરકાર જવાબ આપે કે અમેરિકાના ખેડૂતોની પ્રોડક્ટ ભારતમાં કેમ આવી રહી છે. AAP સરકાર દ્વારા અને પ્રાઇવેટ વેપારી પણ પંજાબમાં ખેડૂત પાસેથી ટેકાના ભાવથી પાક ખરીદે છે. અત્યાર સુધી જાતિ જ્ઞાતિના આગેવાનોને કહેવાથી વોટ કર્યા એટલા માટે ખેડૂતોએ અને પશુપાલકોએ ભોગવવું પડે છે.