રીપોર્ટ@દેશ: કેજરીવાલે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા, કહ્યું 'ઈઝરાયેલ જઈને દેશમાં સંકટ પેદા કર્યું'

 
કેજરીવાલ
નેતન્યાહૂને ગલે લગાડીને આપણે ઈરાનને દુશ્મન બનાવી દીધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે ગરમ થયેલા રાજકીય વાતાવરણમાં સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલે રાજકોટ વિમાની મથકે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત બદલાવ ઈચ્છે છે અને રાજયમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે તેમાં આમ આદમી પાર્ટીનો દેખાવ સારો રહેશે.બે વર્ષ બાદ રાજયમાં જે વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે તેમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

તેઓએ હાલની પરિસ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ખુદ વડાપ્રધાને સંસદમાં કહ્યું છે કે દેશ સંકટમાં છે આપણે જોઈએ છીએ કે પેટ્રોલ પંપ પર લાંબી લાંબી લાઈનો છે પરંતુ હું પુછવા માંગુ છું કે વડાપ્રધાને ઈઝરાયેલ જવાની જરૂર શું હતી?ઈરાન આપણુ સારૂ મીત્ર હતું ત્યાંથી ક્રુડતેલ ગેસ બધુ મળતુ હતું. નેતન્યાહૂને ગલે લગાડીને આપણે ઈરાનને દુશ્મન બનાવી દીધુ અને દેશમાં સંકટ પેદા કર્યુ તે માટે વડાપ્રધાન મોદી જવાબદાર છે.વડાપ્રધાને ખુદ સંસદમાં જે વકતવ્ય આપ્યુ તેનાથી લોકોમાં એક ગભરાટ સર્જાયો છે તે આપણે જોઈ શકીએ છીએ. તેની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ રાજકોટ પહોંચ્યા છે આજે બપોર સુધી સૌરાષ્ટ્ર આમ આદમી પાર્ટીના અગ્રણીઓ સાથે તેઓ બેઠક યોજશે.