રીપોર્ટ@ગુજરાત: અંબાજી વિસ્તારના માર્બલને ભારત સરકારે ‘જીઆઈ ટેગ’ તરીકેની માન્યતા આપી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અને શિક્તિપીઠ અંબાજી ધાર્મિક સ્થળ તરીકે વિશ્વભરમાં ખ્યાતી ધરાવે છે, અંબાજી વિસ્તારમાંથી નિકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ વિશ્વમાં આગવી ઓગળ મેળવી છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા વિસ્તારમા માર્બલને 'જીઆઈ ટેગ'ની માન્યતા આપવામાં આવી છે. જેથી હવે વિસ્તારના માર્બલને “અંબાજી માર્બલ' તરીકે વૈશ્વિક બજારમાં બ્રાન્ડ ઈમેજ મળશે. અંબાજી વિસ્તારના માર્બલને ભારત સરકારે ‘જીઆઈ ટેગ’ તરીકેની માન્યતા આપી છે.
અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે. આ ટેગ સાથે અંબાજી માર્બલનું માન વધ્યું છે અને હવે તે વિશ્વના નકશા પર ગુજરાતની નવી ઓળખ તરીકે ચમકશે. ભારત સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ઉદ્યોગ મંત્રીના હસ્તે બનાસકાંઠાના ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીત સિંહને જીઆઈ ટેગનું પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંબાજી માર્બલ માટેની આ નોંધણી 'અંબાજી માર્બલ્સ ક્વોરી એન્ડ ફેક્ટરી એસોસિયેશન'ના નામે કરવામાં આવી છે, જેમાં સ્ટોન આર્ટિસ્ટન પાર્ક ટ્રેઈનિંગ ઈન્ટીટ્યૂટ (એસએપીટીઆઈ), કમિશનર ઓફ જીઓલોજિ એન્ડ માઈનિંગ, કલેક્ટર, બનાસકાંઠાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

