રીપોર્ટ@હારીજ: પોઝિટીવ યુવકને કારણે આખુ ગામ જડબેસલાક લોકડાઉન

અટલ સમાચાર,હારીજ કોરોનાના કહેર વચ્ચે ગઇકાલે હારીજમાં એક કેસ નોંધાતા પાટણ જીલ્લામાં કુલ કેસનો આંકડો 22 પહોંચ્યો છે. આ તરફ કોરોનાગ્રસ્ત યુવકના સંપર્કમાં આવેલા ચાર પરિવારને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ સાથે સાત લોકોને હારીજમાં જ ફેસીલીટી ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તંત્ર દ્રારા દુનાવાડા ગામને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરતા ગામમાં જડબેસલાક લોકડાઉનની સ્થિતિ બની
 
રીપોર્ટ@હારીજ: પોઝિટીવ યુવકને કારણે આખુ ગામ જડબેસલાક લોકડાઉન

અટલ સમાચાર,હારીજ

કોરોનાના કહેર વચ્ચે ગઇકાલે હારીજમાં એક કેસ નોંધાતા પાટણ જીલ્લામાં કુલ કેસનો આંકડો 22 પહોંચ્યો છે. આ તરફ કોરોનાગ્રસ્ત યુવકના સંપર્કમાં આવેલા ચાર પરિવારને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ સાથે સાત લોકોને હારીજમાં જ ફેસીલીટી ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તંત્ર દ્રારા દુનાવાડા ગામને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરતા ગામમાં જડબેસલાક લોકડાઉનની સ્થિતિ બની છે. હાલ કોરોનાગ્રસ્ત યુવકના સંપર્કમાં આવેલા તમામ લોકોની શોધખોળ અને યુવક હારીજ શહેરમાં ક્યાં-ક્યાં ફર્યો હતો તે શોધવા કવાયત હાથ ધરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@હારીજ: પોઝિટીવ યુવકને કારણે આખુ ગામ જડબેસલાક લોકડાઉન
દુનાવાડામાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો

પાટણ જીલ્લાના હારીજના 28 વર્ષીય યુવકનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ ગામને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. મૂળ હારીજનો યુવક ધંધાર્થે અમદાવાદ સ્થાયી થયા બાદ કોરોના મહામારીને લઇ વતનમાં આવ્યો હતો. આ દરમ્યાન તે પોતાની સાસરી દુનાવાડામાં ગયા બાદ પગમાં ફેક્રચર થયુ હતુ. આ દરમ્યાન યુવકને સારવાર અર્થે ધારપુર ખસેડવામાં આવ્યો હતો. જોકે વધુ સારવારની જરૂર હોઇ અમદાવાદ ખસેડતાં તેનો કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો. આજે રીપોર્ટ પોઝિટીવ આવતાં દુનાવાડામાં દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો હતો.

રીપોર્ટ@હારીજ: પોઝિટીવ યુવકને કારણે આખુ ગામ જડબેસલાક લોકડાઉન

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાટણ જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ રર કેસ નોંધાયા છે. દુનાવાડામાં પોઝિટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે. કોરોનાગ્રસ્ત યુવકને લઇ સંક્રમણને રોકવા દુનાવાડાના ચાર પરિવારને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ સાથે સાત લોકોને હારીજની મોડલ સ્કુલમાં ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. કોરનાગ્રસ્ત યુવક હારીજ શહેરમાં ક્યાં-ક્યાં ફર્યો હતો તે સહિત તેના સંપર્કમાં આવેલા તમામ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.