આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

હિંમતનગર સિંચાઇ વર્તુળ કચેરી હેઠળના ડિવિઝન દ્વારા થતાં કામો અને સામે મળતી ગ્રાન્ટમાં અનેક ભેદભરમ હોવાનું સામે આવ્યું છે. ચાર પૈકી 3 ડિવિઝનને ઓવર બજેટ કામ કર્યું છતાં ચૂકવણાં થયા તો અન્ય એક ડિવિઝને પણ ઓવર બજેટ કામો કર્યા તો ચૂકવણાં અધ્ધરતાલ રહ્યા છે. એક તરફ ઓવર બજેટના કામો કરવા પાછળ કેમ આટલી મહેનત થાય એ સવાલ છે. તો બીજી તરફ ઓવર બજેટના કામો કરવા મનાઇ હોવાની દલીલ અધિકારીઓ રજૂ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સિંચાઇ વિભાગના કામો કરવા, કરાવવા અને તેની સામે ગ્રાન્ટ ફાળવવામાં અનેક સવાલો રહસ્યમય બની ગયા છે. તાજેતરમાં એકસાથે ત્રણ ડિવિઝનને સરેરાશ 9 કરોડ ફાળવી દીધા તો ચોથા ડીવીઝન સામે ચોક્કસ દલીલ મૂકી ગ્રાન્ટ ગેરંટીમાંથી વોરંટીમા પહોંચી ગઈ છે.

ગુજરાત રાજ્યમાં જળસંપત્તિ વિભાગ હેઠળની હિંમતનગર સ્થિત વર્તુળ કચેરી અને તેના ઉપરની ચીફ ઈજનેરની કચેરીના પારદર્શક વહીવટ વિરુદ્ધ સવાલો ઉભા થયા છે. દર વર્ષે હિંમતનગર વર્તુળ કચેરી હેઠળના કુલ 4 ડીવીઝનને ચોક્કસ બજેટ હેઠળ કામો કરવા મંજૂરી મળે છે. જેમાં દર વર્ષે બજેટ મર્યાદા બહાર કામો કરવા તનતોડ મહેનત કરવામાં આવે છે. આ તનતોડ મહેનત કરવા પાછળ પદાધિકારીઓની ભલામણ હોવાની દલીલ આવી રહી છે. હવે અચાનક આ હિંમતનગર વર્તુળ કચેરી અને ચીફ ઈજનેરની કચેરી કેમ સવાલો વચ્ચે આવી તો તેની પાછળ પણ ભેદભરમ છે.

હવે આ બાબતે સમજીએ તો મોડાસા સિંચાઇ ડીવીઝન, વાત્રક ડીવીઝન (મોડાસા), એચ.આઇ ડીવીઝન, હિંમતનગર અને ગુહાઇ ડીવીઝન (હિંમતનગર)ને ચાલુ નાણાંકીય વર્ષમાં સરેરાશ રૂપિયા 116 લાખ એટલે કે કુલ 4 ડીવીઝન માટે 4 કરોડ 64 લાખની બજેટ મર્યાદા નક્કી થઈ હતી. હવે બન્યું એવું કે આ ડીવીઝનોએ બજેટ મર્યાદા બહાર કામો કરી દીધા હોય કે ના હોય પરંતુ ગ્રાન્ટ બજેટથી ત્રણ ગણી આપી દેવામાં આવી હતી. કુલ ત્રણ ડીવીઝનને સરેરાશ 9 કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા છે. જ્યારે બાકી બચેલા મોડાસા સિંચાઇ ડીવીઝનને 1કરોડ 70 લાખ આપ્યા છે. હવે બન્યું એવું કે આ મોડાસા સિંચાઇ ડીવીઝને બજેટ મર્યાદાથી 3 ગણા કામો કરી દીધા છે. છતાં ગ્રાન્ટ નથી હવે મોડાસાના જ એક ડીવીઝને બજેટ જેટલા કામો પણ પૂરતાં કર્યા છે કે કેમ એ સવાલ છતાં ગ્રાન્ટ બેફામ આપી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં કામ સામે ગ્રાન્ટના વહીવટમાં પારદર્શતા આડે સૌથી મોટો પડદો બન્યો છે.

સમગ્ર બાબતે વિગતો મેળવતાં હિંમતનગર સ્થિત કચેરીના સુપ્રિટેન્ડન્ટ ઇજનેર કોટવાલે જણાવ્યું કે મોડાસા સિંચાઇ વિભાગે બજેટ બહાર કામ કર્યા એટલે ગ્રાન્ટનો પ્રશ્ન છે. તો બાકીના 3 ડીવીઝને બજેટ મર્યાદા અંદર કામો કર્યા? તો પછી 9 કરોડની ગ્રાન્ટ શું કામે વાપરવા આપી? જો બજેટ મર્યાદા બહાર કામની મનાઇ છે તો બીજા ડીવીઝનને કેમ શિક્ષા નહિ? જો મોડાસા સિંચાઇ ડીવીઝને ચોક્કસ ઠેકેદારને જ વધુ પડતાં કામો આપ્યા તો નિનામા હતા ત્યારે ચોક્કસ ઠેકેદારને કામો નહોતા મળતાં? એક જ હેડ છતાં ગ્રાન્ટમાં કેમ ભેદભાવ? આ તમામ સવાલો હિંમતનગર સિંચાઇ વર્તુળ કચેરી અને ચીફ ઈજનેરની કચેરીના પારદર્શક વહીવટ સામે ગંભીર શંકાઓ ઉભી કરે છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code